વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે

કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે પોલીસ જવાનો ખડેપગે મહેનત કરી રહ્યા છે. જો કે આટલું ઓછું હોય તેમ આ પોલીસ જવાનોની પત્નીઓ પણ હવે કોરોનાને હરાવવા માટે આગળ આવી છે. 50થી વધારે મહિલાઓ દ્વારા રોજના 500 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ્ક પોલીસ જવાનો સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે અપાઇ રહ્યા છે.

Updated By: Apr 14, 2020, 07:19 PM IST
વડોદરા: લોકડાઉનની સ્થિતીમાં પોલીસ પરિવાર પણ રાષ્ટ્રરક્ષક બનીને ખડેપગે

વડોદરા : કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર રાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે પોલીસ જવાનો ખડેપગે મહેનત કરી રહ્યા છે. જો કે આટલું ઓછું હોય તેમ આ પોલીસ જવાનોની પત્નીઓ પણ હવે કોરોનાને હરાવવા માટે આગળ આવી છે. 50થી વધારે મહિલાઓ દ્વારા રોજના 500 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ માસ્ક પોલીસ જવાનો સહિત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે અપાઇ રહ્યા છે.

સિહોરનો પોઝિટિવ યુવાન 10 લોકો સાથે જમાતમાં ગયો હતો, વડોદરાના નાગરવાડામાં પણ રહ્યો

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. કોરોના વાયરસમાં માસ્ક એક કારગત સાધન હોવાને કારણે તેને ફરજીયાત કરવામાં આવ્યું છે. જો કે માસ્કનાં પુરવઠ્ઠો વિવિધ સંસ્થાઓ દ્વારા પુરો પાડવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક લોકો હજી પણ ઘણા લોકો આ સ્થિતીનો લાભ ઉઠાવીને 2-5 રૂપિયાની કિંમતનો માસ્ક 30 રૂપિયાથી પણ વધારે કિંમતે વેચી રહ્યા છે.

પિતાના અવસાન થવા છતા માત્ર અડધા દિવસમાં ફરજ પર હાજર 108નો બહાદુર જવાન

પોલીસ પરિવારની આ મહિલાઓ પણ રાષ્ટ્ર માટે હાલ જરૂરી માસ્ક બનાવીને ફરજ બજાવી રહી છે.  વડોદરા શહેર પોલીસ તંત્રના પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે વડોદરા પોલીસ જવાનોના પરિવારની 50થી વધારે મહિલા દ્વારા રોજના 500થી વધારે માસ્ક બનાવાઇ રહ્યા છે. માસ્ક વડોદરામાં રોજિંદી રીતે વિનામુલ્યે આપવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર