• રાજ્યમા સંભવિત વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ

  • અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાઈને સાયકલૉનમા પરિણમે તો "તોકતે" વાવાઝોડુ બનશે 

  • કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના


ગાંધીનગર: ગુહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તા.૧૪/૦૫/૨૦૨૧ના રોજ લૉ પ્રેસર સર્જાય તેવી સંભાવના છે. આ લૉ પ્રેસર તા. ૧૬મી મેના રોજ સાયક્લોનમાં પરિણમે તો, તેને મ્યાનમાર દ્વારા “તોક્તે”  (TAUKTAE) નામ અપાયેલું છે. આ સાયક્લોનની ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે તેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચનાઓ પણ આપી દીધી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ વાવાઝોડુ દિવસો જતા ઉત્તર- પશ્વિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. સાયકલોન સંદર્ભે રાજય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સંબધિત જિલ્લાના કલેકટરોને સુસજ્જ રહેવા માટે રાજયના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. 


આ પણ વાંચો:- કોરોનાને માત આપવામાં ગુજરાત અગ્રેસર, બીમારી સામે સાજા થતા દર્દીઓમાં સતત વધારો


તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આગામી ચોમાસાના પ્રિમોન્સૂન એકશન પ્લાન સંદર્ભે મુખ્ય સચિવશ્રી દ્વારા તમામ સંબધિતો સાથે રિવ્યુ બેઠક યોજીને આગોતરા આયોજનની સમીક્ષા કરી દેવાઈ છે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ પાંખના વડાઓ દ્વારા પણ ઓનલાઈન જોડાઈને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી છે જે મુજબ કાર્યવાહી હાથ ધરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube