Cyclone Biparjoy: 150 કિમીની ઝડપે આગળ વધશે બિપરજોય વાવાઝોડું તો..... જાણો પવનની આ ગતિ કેટલું કરે નુકસાન
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છ પર જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ જાણકારી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ માટે આગામી 36 કલાક મહત્વના છે. હાલની સ્થિતિ અનુસાર વાવાઝોડું લેન્ડફોલ કરશે તો પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાક હોય શકે છે.
Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું આફત બની ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોયની અસર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં દેખાવવા લાગી છે. ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની તીવ્રતાને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો:
જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ, જ્યાં વાવાઝોડાથી બચવા ગામજનો ચોકમા બાંધે છે દોરડા
ગુજરાતમાં લોકડાઉન : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન
શેતાની ચક્રવાતથી દ્વારકા ડૂબી હતી દરિયામાં? ભગવાન કેવી રીતે કરી રહ્યાં છે રક્ષા
હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે 15 જૂનની સાંજે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. લેન્ડફોલ સમયે વાવાઝોડાની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. કારણ કે આ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના કારણે પવનની ગતિ વધારે રહેશે અને દરિયામાં ઊંચા મોજાં ઉછળી શકે છે. તેવામાં જો વાવાઝોડું 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાય ભારે તબાહી સર્જી શકે છે. એ વાતની કલ્પના પણ ન કરી શકાય કે આ તીવ્રતા સાથે વાવાઝોડું કેટલી ખાનાખરાબી કરી શકે છે.
હવાની આટલી તીવ્ર ગતિ હોય તો શું થાય ?
એક રિપોર્ટ અનુસાર જ્યારે પવનની ગતિ 90થી 110 માઈલ્સ પ્રતિ કલાક એટલે 150 કિલોમીટરની હોય ત્યારે ભારે નુકસાન થાય છે. જો પવનની ગતિ આટલી હોય તો પાકા મકાનની છત અને સાઈડિંગને પણ નુકસાન થઈ શકે છે. આ ઝડપે પવન ફુંકાય તો મોટા ઝાડ પણ મૂળ સહિત ઉખડી જાય છે. આ ઉપરાંત વિજળીના થાંભલા પણ પડી શકે છે.
વજનની વાત કરીએ તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તો આ હવામાં 16 કિલો વજન સુધીની વસ્તુ સરળતાથી ઉડી જાય છે. તેવામાં જો બિપરજોય તીવ્ર બન્યું અને લેન્ડફોલ સમયે પવનની ગતિ આગાહી અનુસાર રહેશે તો ભારે નુકસાન થવાની સંભાવના છે.