Dahod: નિયમો પાળવાનું કહેતા પોલીસ કોન્સ્ટેબલે મહિલા હોમગાર્ડની જાહેરમાં ધોલાઇ કરી નાખી
દાહોદ શહેરના ટાઉન પોલીસ (Police) મથકની સામે ભરપોડા સર્કલ પર જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ (Police) કોન્સ્ટેબલ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા સૌકોઇ અવાક બની ગયા હતા. ઘટનામાં મહિલા કર્મચારીને ઇજા પહોંચતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. પ્રજાને નિયમોનું ભાન કરાવવા માટે પોલીસ (Police) હોય છે. જો કે આ કિસ્સામાં પોલીસ (Police)ે જ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. આ નિયમોનું પાલન કરાવવા માટે સામે આવેલી મહિલાને જ માર ખાવાનો વારો આવ્યો છે. દાહોદ શહેરનાં ભરડોપા સર્કલ પર ટ્રાફિક નિયંત્રણ માટે દિપીકા સાંસી નામની મહિલા હોમગાર્ડ હાજર હતી તે સમયે દાહોદ ટાઉન પોલીસ (Police) સ્ટેશનનાં કોન્સ્ટેબલ તખતસિંહ ચૌહાણ બાઇક પર કોર્ટ ડ્યુટી પર જવા માટે નીકળ્યાં હતા.
- નિયમોનું પાલન કરવા માટે રખાયેલી ગુજરાત પોલીસ દ્વારા જ ઉડાવાયા નિયમોના ધજાગરા
- મહિલા હોમગાર્ડને નિયમોનું પાલન કરાવવું ભારે પડ્યું માર ખાવાનો વારો આવ્યો એ પણ પોલીસનાં હાથે
દાહોદ : દાહોદ શહેરના ટાઉન પોલીસ (Police) મથકની સામે ભરપોડા સર્કલ પર જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ (Police) કોન્સ્ટેબલ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા સૌકોઇ અવાક બની ગયા હતા. ઘટનામાં મહિલા કર્મચારીને ઇજા પહોંચતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. પ્રજાને નિયમોનું ભાન કરાવવા માટે પોલીસ (Police) હોય છે. જો કે આ કિસ્સામાં પોલીસે (Police) જ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. આ નિયમોનું પાલન કરાવવા માટે સામે આવેલી મહિલાને જ માર ખાવાનો વારો આવ્યો છે. દાહોદ શહેરનાં ભરડોપા સર્કલ પર ટ્રાફિક નિયંત્રણ માટે દિપીકા સાંસી નામની મહિલા હોમગાર્ડ હાજર હતી તે સમયે દાહોદ ટાઉન પોલીસ (Police) સ્ટેશનનાં કોન્સ્ટેબલ તખતસિંહ ચૌહાણ બાઇક પર કોર્ટ ડ્યુટી પર જવા માટે નીકળ્યાં હતા.
Bhavnagar: મહારાજ જસવંતસિંહે સ્થાપેલું અનોખુ શિવમંદિર, માથુ નમાવોને મહાદેવ કરે છે તમારૂ કામ
કોનસ્ટેબલ નિયમોના ભંગ કરીને સિગ્નલ તોડવાનો પ્રયાસ કરતા હાજર હોમગાર્ડ દીપિકાબેને અટકાવીને નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું હતું. કોનસ્ટેબલે ઉશ્કેરાયેલી મહિલા હોમગાર્ડને અપશબ્દો બોલતા મામલો બિચક્યોહ તો. જાહેર રસ્તા પર બંન્ને વચ્ચે માણલો વણસી ગયો હતો. છુટ્ટાહાથની મારામારી થઇ હતી. આ જોઇ અન્ય પોલીસ (Police) કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. બંન્ને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જો કે રાહદારીઓ અને અન્ય પોલીસ (Police) કર્મચારીઓએ તેમને છુટા પાડ્યા હતા.
SOMNATH LIVE: મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવનાં આખો દિવસ દર્શન કરો
જો કે આ દરમિયાન બંન્ને વચ્ચે થયેલી ઝપાઝપીની ઘટનામાં મહિલા હોમગાર્ડના મોઢા અને શરીરનાં ભાગે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત સ્થિતીમાં પોલીસ (Police) મથકે પહોંચી હતી. જ્યાં પરિવારજનો આવી પહોંચતા તેઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં હતા. તેઓએ કહ્યું કે, શું નિયમોનું પાલન કરાવવાની મને આ સજા મળી તે યોગ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube