SOMNATH LIVE: મહાશિવરાત્રીએ સોમનાથ મહાદેવનાં આખો દિવસ દર્શન કરો
મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનાં ધરતી પરનાં અવતરણની રાત્રી હિન્દુ ધર્મ અનુસાર માનવામાં આવે છે. આજે મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજી રહ્યું છે. સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંઇનો લાગી છે. સમગ્ર રાજ્યનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોની બહાર લાંબી લાઇનો સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળી રહી છે.
Trending Photos
અમદાવાદ : મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનાં ધરતી પરનાં અવતરણની રાત્રી હિન્દુ ધર્મ અનુસાર માનવામાં આવે છે. આજે મહાશિવરાત્રીનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજી રહ્યું છે. સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંઇનો લાગી છે. સમગ્ર રાજ્યનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોની બહાર લાંબી લાઇનો સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ગાઇડલાઇન અનુસાર ભાવિકોને મંદિરમાં પ્રવેશતા સમયે દરેક ભક્તોને ફરજીયાત માસ્ક, સેનિટાઇઝર અને ટેમ્પરેચર ચેકિંગ જેવી તમામ કોરોના ગાઇડલાઇનોનું પાલન કરાવાઇ રહ્યું છે. આ ઉપરાંત લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. દર્શન બાદ લોકો મંદિરમાં જાજો સમય ઉભા ન રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવરાત્રીના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખુલતાની સાથે જ દેવાધિદેવના અલૌકીક દર્શન કરતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિવરાત્રી પર્વની અનોખી ઉજવણી જોવા મળી રહી છે. શ્રાવણ મહિના અને શિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે ઓછા લોકો ભખ્તો જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે