કિરણસિંહ ગોહિલ, સુરતઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આપ્યો છે. ખેડૂતોએ પશુ માતે ભેગા કરેલ ઘાસચારો, શાકભાજી સહિતના પાકને નુકસાન થયું છે. હજુ બે દિવસ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે શિયાળાની સીઝનમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા રૂપી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ કમોસમી વરસાદ થતા ઉમરપાડા તાલુકાના ખેડૂતોને નુકસાન થયું છે. શષાકભાજી, ચણા, બાજરી સહિતના પાકોને નુકસાન થયું છે. 


આ પણ વાંચોઃ વડોદરાના કરજણમાં 20થી વધુ કબુતરોના મોત, બર્ડ ફ્લૂની આશંકા, ગ્રામજનોમાં ભયનો માહોલ


તો ખેડૂતોએ પોતાના પશુ માટે ભેગો કરેલો ઘાસચારો પણ પલળી ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે. સમગ્ર ઉમરપાડા તાલુકામાં માવઠાની અસર થઇ હતી. ખાસ કરીને જુના ઉમરપાડા વિસ્તારમાં રહેતા ખેડૂતોને માવઠાના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પશુ ઘાસ ચારો, શાકભાજી, બાજરી, ચણા, કપાસ, ઘઉં સહિતના પાકોને વરસાદથી નુકશાન થવા પામ્યું છે. તો આ નુકસાન બાદ ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યાં છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube