વડોદરાના કરજણમાં 20થી વધુ કબુતરોના મોત, બર્ડ ફ્લૂની આશંકા, ગ્રામજનોમાં ભયનો માહોલ

કબુતરના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રમાં પમ દોડધામ મચી ગઈ છે. વનવિભાગે મૃત કબુતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવાની કામગીરી શરૂ કરી છે. 

વડોદરાના કરજણમાં 20થી વધુ કબુતરોના મોત, બર્ડ ફ્લૂની આશંકા, ગ્રામજનોમાં ભયનો માહોલ

વડોદરાઃ રાજ્યમાં ફરી બર્ડ ફ્લૂની આશંકાએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પક્ષીઓના શંકાસ્પદ મોત થવાની ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ચીખલીમાં 100 જેટલા મરઘાઓના મોત થયા છે. તો વડોદરાના કરજણમાં 20થી વધુ કબુતરોના મોત થયા છે. કબુતરના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રમાં પમ દોડધામ મચી ગઈ છે. વનવિભાગે મૃત કબુતરોના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવાની કામગીરી શરૂ કરી છે. 

ત્રણ મોર મૃત હાલતમાં મળ્યા
તો વડોદરા શહેરમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં 3 મોર મૃત હાલતમાં મળી આવ્યા છે. આમ જિલ્લામાં પક્ષીઓના થઈ રહેલા મોત બાદ લોકોમાં ડરનો માહોલ છે. રાજ્યમાં ફરી એક વખત બર્ડફ્લૂની દહેશત ફેલાય છે. સિંધરોટ ગામે 30 મરઘાના મોત થયા હતા. જેને ખેડૂતે જમીમાં દાટી દીધા છે. હાલ તો તંત્રએ મૃત પક્ષીઓના સેમ્પલ તપાસ માટે ભોપાલ લેબમાં મોકલી આપ્યા છે. 

કચ્છમાં આજે સવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો  

100 જેટલા મરઘાના મોત
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ફાર્મ હાઉસમાં 100 જેટલા મરઘાના મોતથી ફફડાટ ફેલાયો છે. છેલા એક અઠવાડિયામાં 100થી વધુ મરઘા મોતને ભેટ્યાછે. ફાર્મ હાઉસ માલિકનું કહેવું છે કે અત્યારે ચાર મરઘાઓ જીવન-મોત વચ્ચે જીવી રહ્યાં છે. ફાર્મ હાઉસ માલિક દ્વારા મરઘીઓના મોતને લઈ ખુલાસો કરાયો છે કે 80 જેટલા મરઘાને વન્ય પ્રાણીએ ઇજા પહોંચાડી હતી. જો કે અન્ય મરઘીઓના ભેદી રોગ કે ખોરાકમાં આવેલા ફેરફારને કારણે મોત થયા હોય તેમ લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news