દશામાના વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરતા સમયે 5 યુવાનો ડૂબ્યા
Dashama Vrat 2023 : સાવલીમાં દશામાંના વિસર્જન સમયે મહીસાગર નદીમાં ત્રણ યુવાનો તણાયાની ઘટના બની... અમદાવાદમાં દસ દિવસ પૂજન અર્ચન બાદ દશા માતાની દશા બગડતા દ્રશ્યો સામે આવ્યા
Gujarat Festivals : વડોદરા શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઊજવાતો દશામા મહોત્સવ આજે માતમમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 5 યુવાન ડૂબી ગયા છે, જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાન અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાન ડૂબી ગયા હતા.
સાવલીમાં દશામાંના વિસર્જન સમયે મહીસાગર નદીમાં ત્રણ યુવાનો તણાયાની ઘટના બીન છે. સાવલીના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક જ ગામના એક સગીર સહિત ત્રણ યુવાનો ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોંચી ત્રણેય યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં 29 વર્ષના સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજય ગોહિલના મૃતદેહને પીએમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડાયો હતો. આ ઘટના બાદ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો 15 વર્ષના વિશાલ ગોહિલ, 26 વર્ષના કૌશિકની શોધખોળ ચાલુ છે.
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દશામાંના વ્રતનું સમાપન થતાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી વ્રત કરી મહિલાઓ ઉપવાસ કરીને પૂજા અર્ચના કરી હતી. દશામાં વ્રતનો છેલ્લા દિવસે મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું. દશામાના વ્રતનો છેલ્લા દિવસે મહિલાઓ જાગરણ કર્યું હતું. વાજતે ગાજતે દશામાની મૂર્તિઓ મહિલાઓના માથે લઈને વિસર્જન માટે પહોંચી હતી. નદી પર દશામાની પૂજા અને આરતી કરીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું.
છપ્પનની છાતી ફુલાવી ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, નબીરાઓ કેમ દેખાતા નથી?
અમદાવાદમાં દસ દિવસ પૂજન અર્ચન બાદ દસા માતાની દશા બગડતા દ્રશ્યો સામે આવ્યા હતા. વિસર્જન બાદ સવારે બીજા દિવસે મૃર્તિઓનો ખડકલો કરાયો હતો. AMC ના ડમ્પર મૂર્તિ હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા. 10 દિવસના પૂજન બાદ મૂર્તિઓ રઝળતી મુકાઈ હતી. દશામાના વિસર્જનની યોગ્ય વ્યવસ્થાનો અભાવ અમદાવાદમાં જોવા મળ્યો.
ગુજરાતના આ શહેરમાં રોગચાળો ફાટ્યો, કમળો-ડેન્ગ્યુ-મેરેલિયા-ટાઈફોઈડના કેસોનો ઢગલો થયો