સુરત: યોગ્ય સારવાર નહી થતી હોવાનો VIRAL VIDEO બનાવનાર રત્નકલાકારનું સારવાર દરમિયાન મોત !
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાનાં કારણે દાખલ રત્નકલાકારે પુરતી સુવિધા અને સારવાર નહી મળી રહી હોવાનાં આક્ષેપ સાથેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. કંઇક કરો નહી તો હું અહીં જ મરી જઇશ તેવા આક્ષેપો કરનારા રત્નકલાકારનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાનાં કારણે દાખલ રત્નકલાકારે પુરતી સુવિધા અને સારવાર નહી મળી રહી હોવાનાં આક્ષેપ સાથેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. કંઇક કરો નહી તો હું અહીં જ મરી જઇશ તેવા આક્ષેપો કરનારા રત્નકલાકારનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રત્નકલાકારનું સવારે મોત નિપજ્યું છતા તંત્ર દ્વારા છેક સાંજે જાણ કરવામાં આવી હતી. જેના કારણે આ બાબતે પણ તંત્રનું રેઢીયાળ વલણ સામે આવ્યું છે. આ રત્નકલાકારે તેનાં ભાઇને હોસ્પિટલમાં અસહ્ય ગંદકી હોવાનું અને યોગ્ય સારવાર નહી થતી હોવાનું જણાવ્યું હતું. આ વાતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી. જેમાં દર્દીએ કોઇ પુછવા પણ નહી આવતું હોવાની કેફિયત આપી હતી. ડોક્ટર આવે છે અને દવા આપીને જતા રહે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવું જણાવીએ તો ઉંધા સુઇ જવાની સલાહ આપવામાં આવે છે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાંથી પ્રથમ વખત ઝડપાયા માઓવાદી,સરકાર ઉથલાવવાનું હતું ષડયંત્ર ATS ને મોટી સફળતા
જો કે સુરતના પુણાગામની મુક્તિધામ સોસાયટીમાં રહેતા હરસુખ ભીખાભાઇ વાઘમસી (ઉં.વ 38) મુળ અમરેલીનાં બોરડી ગામના વતની છે. તેઓ કોરોના સંક્રમિત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે તેમની પત્ની પુત્ર અને પુત્રીને તેઓ અગાઉ જ વતન મોકલી ચુક્યા હતા. હાલ તો ભીખાભાઇના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર