જયેશ દોશી, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય ભારતીય ટ્રાઈબલ અને ભાજપાના આગેવાનો ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝેરી દવા ગટગટાવી મોતને ભેટનારની પત્નીએ પોતાનાં પતિએ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપા સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ સેઠ ઉપર પતિને આત્મહત્યા કરવા મજબુર કરવાની આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતની સરપંચ અને હિતેશ વસાવાના માતાએ BTP નાં આગેવાન ચૈતર વસાવાએ આત્મહત્યા માટે મજબૂર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.


ગૃહિણીઓ બજેટ બનાવે તે પહેલા જ પડ્યો માર, શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો


ડેડીયાપાડા ગામમાં ગ્રામપંચાયત કાર્યાલય પર ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા. જે ઝંડાઓ પંચાયતના આદેશથી ઉતારી લેવામા આવ્યા હતા. જેમાં BTP નાં આગેવાનોમાં નારાજગી ફેલાઈ હતી. ત્યારે પંચાયતના કર્મચારી મરણ જનાર શંકર સોનજીભાઈ વસાવાને ઝંડીઓ ઉતારી લેવા માટે BTP નાં આગેવાન રહે. બોગજ તા. દેડીયાપાડાના ચૈતર વસાવાએ ધાક ધમકી આપતા તેને ગભરાયને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં ડેડીયાપાડાની સરપંચ અને હિતેશ વસાવાની માતા અને દીવાલ શેઠની પત્નીએ કરી છે.


ગુજરાતમાં અહીં નથી આજે એકપણ કોરોના કેસ, આ જિલ્લાઓ થઈ જાઓ સાવધાન


તો બીજી ફરિયાદમાં આ મામલે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની લેખીત ફરિયાદ આપતા જણાવ્યું છે કે, મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો અને પતિ જ્યારે ઘરે પરત ફરતાં પત્નીએ પૂછતા પોતાની પાસે ખોટા કામો કરવામાં આવતાં હોવાનુ પતિએ જણાવ્યું હતું અને વિશેષમાં જણાવ્યું હતું કે, જો ના પાડીએ તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે. જેથી પતિદેવ ભારે માનસિક તાણમાં રેતા હતાં.


ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મામલે ઇરાની માફિયાનું રેકોર્ડિંગ વાયરલ, અહીં વાંચો શું કહે છે શખ્સ


BTP ના જે ઝંડા ગામમાં ફરકાવ્યા હતા તે મૃતકને તેણે પોતે ઉતર્યા હોવાનું માથે લેવા માટે હિતેશ વસાવા અને દીવાલ શેઠ દબાણ કરતા જેથી પતિ માનસિક તાણમાં પોતાને કહેલ કે આના કરતાં તો દવા પી મરી જવું સારું. આમ બે ફરિયાદ થતા  BTP નાં આગેવાન ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો અને આજે ડેડિયાપાડા બંધનું એલાન અપાતા સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા.


ડ્રગ્સ માફિયાઓમાં ગુજરાત પોલીસનો ખોફ, આ 10 ઓપરેશનોએ માફિયાઓની તોડી કમર


દેડીયાપાડા પોલીસે આરોપી દીવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે આઇ.પી.સી. ની ધારા 306, 506(2) અને 114 મુજબ નો ગુનો દાખલ કર્યો છે. એટલે હવે મામલો શાંત પડ્યો છે. પરંતુ એકજ આરોપ માટે સામસામે બે પક્ષના લોકોએ ફરિયાદ આપી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube