ગાંધીનગર: વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું


આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં ડી.કે. ત્રિવેદી તપાસ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દીપેશ અને અભિષેકના ગુમ થવા પાછળ આશ્રમના મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે. આશ્રમની નિષ્કાળજીનો તપાસ પંચે સ્વીકાર કર્યો છે. સ્થાનિક પોલીસની તપાસમાં કોઈપણ ક્ષતિ ન હતી. જેને લઇને સ્થાનિક પોલિસ તપાસને ક્લીન ચિટ આપવામાં આવી છે. આશ્રમ મેનેજમેન્ટની બેદરકારી હતી જેને નહિ ચલાવાય. ત્યારે 10 વર્ષથી નીચેના બાળકોને ગુરૂકુળમાં પ્રવેશ ના આપવો. ભવિષ્યમાં આવા બનાવ ના બને તે માટે ગુરૂકુળએ કાળજી લેવી જોઇએ.


દીપેશ અભિષેક હત્યા કેસ: સમગ્ર મામલો જાણો, જુઓ વીડિયો


દ.ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, વઘઇમાં 12 ઈંસ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર


દીપેશ અભિષેક કેસ
- 3 જુલાઈ 2008 રાત્રે અમદાવાદ આશારામ  આશ્રમથી બે પિતરાઈ ભાઈઓ દીપેક અભિષેક ગમ થયા હતા
- 5 જુલાઈ 2008 બને ભાઈ ઓના આશ્રમ નજીક આવેલી સાબરમતી નદીના કિનારેથી મૃત દેહ મળી આવ્યા
- ઓગષ્ટ 2008 માં કેસ ની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું


દીપેશ અભિષેક હત્યા કેસ: પિતા સાથે ખાસ વાત...


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે હીં ક્લિક કરો...