અમદાવાદ : આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક બોલ્ડ નિર્ણય લઈને લો ગાર્ડન પાસે આવેલી અમદાવાદની વિખ્યાત ખાઉગલી પર બુલડોઝર ફેરવી દીધું છે. આ ખાઉગલી દાયકાઓથી બહારનું ખાવાના શોખીનોમાં લોકપ્રિય હતી. મોડી રાત સુધી ચાલતા અહીંના સ્ટોલ્સમાં સાંજથી જ ભીડ જામવાનું શરૂ થઈ જતું હતું જેના કારણે અહીં વર્ષોથી ટ્રાફિકની કાયમી સમસ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખાઉગલીમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહોતી જેના કારણે વાહનોને પસાર થવા માટે જગ્યા જ નહોતી રહેતી. સાંજે તો સ્થિતિ એવી થતી કે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જતું. અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે જબરજસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોરદાર સક્રીય બની રહ્યા છે. ટ્રાફિકમાં અડચણરુપ બનતા દબાણને શહેરના રસ્તા પરથી હટાવાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે જ ખાઉગલી પર બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં આવ્યા છે. 


મળતી માહિતી પ્રમાણે AMC દ્વારા 39 જેટલા યુનિટ તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો હતો.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...