જામનગર: ધ્રોલ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં, શા માટે કરવામાં આવી હત્યા?
જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ત્રિકોણબાગ નજીક 6 માસ પૂર્વે થયેલ હત્યામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. ચોટીલાથી આરોપીઓ જસદણ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસે ધરપકડ કરી તેની પાસે રહેલ 3 પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ત્રિકોણબાગ નજીક 6 માસ પૂર્વે થયેલ હત્યામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. ચોટીલાથી આરોપીઓ જસદણ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસે ધરપકડ કરી તેની પાસે રહેલ 3 પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- પરિવારમાંથી કલેશ દુર કરવા અને જમીન ઝડપથી વેચવાના બહાને ખેડૂત સાથે 24.80 લાખ રૂપિયાની છેતરપિંડી
રાજકોટ પોલીસ કસ્ટડીમાં રહેલ આ શખ્સો જેના નામ છે ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા. આ શખ્સો પર આરોપ છે ધ્રોલ નજીક ત્રિકોણબાગ ખાતે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા પર ફાયરીંગ કરી હત્યા નિપજાવવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો ગત 6 માર્ચ 2020ના રોજ બપોરના સમયે જામનગર જિલ્લાના ધ્રોલ ત્રિકોણબાગ ખાતે મૃતક દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા પોતાની પજેરો કારમાં બેસવા જતા તે સમયે પાછળથી આવી અનિરુધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ અને અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચો:- ‘પાણી આપ અને મારી નાખો...’ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારતો વીડિયો વાયરલ થયો
જે મામલે પોલીસે અગાઉ અનિરુધ્ધસિંહ સોઢા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આજ રોજ મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ જાડેજા અને તેનો સાગ્રીત ચોટીલાથી જસદણ તરફ જતો હોવાની બાતમી મળતા રાજકોટ આર.આર.સેલની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યા હતા. જેને ઝડતી લેતા તેની પાસેથી 3 પિસ્તોલ મળી આવી હતી. તે પણ કબજે કરી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા
શા માટે કરવામાં આવી હત્યા.?
પોલીસ ના જણાવ્યા મુજબ મૃતક દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા ને આરોપી અનિરુધ્ધસિંહ સોઢા સાથે પડધરી ટોલનાકા નજીક વાહન પસાર કરવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી કુલ 7 આરોપીઓ સાથે મળી હત્યાનું કાવતરું રચી ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચો:- મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા
મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ જાડેજા અને મૃતક દિવ્યરાજસિંહ જાડેજા વચ્ચે 50 લાખ રૂપિયા ની લેતીદેતી હતી જે પણ ખાર રાખી તમામ આરોપીએ સાથે મળી હત્યા નીપજાવી હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે ત્યારે આરોપીઓ કોને કેટલા રૂપિયાની સોપારી આપી હતી , ઉપરાંત ફરાર હતા એ સમય દરમિયાન કઇ કઇ જગ્યા પર રોકાયા હતા તમામ દિશા તરફ વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે હત્યામાં ફાયરિંગ કરનાર ઉત્તરપ્રદેશ નો રોહિતસિંહ ઉર્ફે સોનુસિંગ ઠાકુર પોલીસ પકડ થી દુર છે જે ફરાર આરોપીને પકડી પાડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube