પરિવારમાંથી કલેશ દુર કરવા અને જમીન ઝડપથી વેચવાના બહાને ખેડૂત સાથે 24.80 લાખ રૂપિયાની છેતરપિંડી

હું તારુ સંકટ દૂર કરીશ હવે ચિંતા કરવાની જરૂર નથી તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના એક ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. આ ઉપરાંત 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર  એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેવાતા હોવાથી પરેશાન હતા. તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ કેસરી કલરના ભાગવા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે તેમ જણાવ્યું હતું. 
પરિવારમાંથી કલેશ દુર કરવા અને જમીન ઝડપથી વેચવાના બહાને ખેડૂત સાથે 24.80 લાખ રૂપિયાની છેતરપિંડી

કેતન બગડા/ અમરેલી: હું તારુ સંકટ દૂર કરીશ હવે ચિંતા કરવાની જરૂર નથી તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના એક ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. આ ઉપરાંત 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર  એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેવાતા હોવાથી પરેશાન હતા. તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ કેસરી કલરના ભાગવા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે તેમ જણાવ્યું હતું. 

પત્ની બીમારી પણ દૂર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા. તારા માથે દેણું ખુબ વધ્યું છે અને તમારી જમીનમાં કાંઈક મેલું છે તે માટે પરિવારના સુખ માટે માતાજીની વિધિ કરવી પડશે તેવું જણાવ્યું હતું. પરિવારને વિશ્વાસમાં લઈને કાવતરું રચી વિધિ કરવાના બહાને ચોટીલા ખાતે બોલાવી અવાવરું જગ્યા પર વિઘી કરવા માટે વઘાસીયા બાપુ તેમજ તેના ગુરુ સહીત એક છોકરો વિધિ વખતે જમીન પર પડી ગયેલ અને વિધિ અવળી થઇ તેવું કહીને  અલગ-અલગ જગ્યા પર બોલાવી ધાર્મિક વિધિના ભણે કટકે-કટકે કરી રોકડ રૂપિયા 9 લાખ તથા સોનાના દાગીનાઓ જેની કિંમત 80 હજાર સહીત કુલ 9 લાખ 80 હાજર પડાવ્યા હતા.  ત્યાર બાદ જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી જમીનના આવેલા 15 લાખ સિદ્ધ કરવાનું કહીને કુવાડવા ગામ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવી ખેડૂતને વિશ્વાસમાં લઈને પૈસા પડાવ્યા હતા. 

જેથી કુલ મળીને રૂપિયા 24.80 લાખ ખેડૂત પાસેથી પડાવી ઠગ બાજોની ગેંગે પડાવ્યા હતા. આ અંગે બગસરામાં પોલીસ સ્ટેશનમાં ખેડૂતએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. તો આ ઘાટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવના દ્વારા ટીમની રચના કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને અમરેલીના એલ.સી.બીની ટિમ પણ આ ગુન્હાને લઈને આરોપીઓની તપાસ શરુ કરી દીધી હતી. જે અનુસંધાને આજરોજ અમરેલીના ચિતલ રોડ પર આવેલ સોસાયટીમાંથી અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવવાના હેતુથી આંટાફેરા મારતા 5 આરોપીઓને પકડી તેમની પાસેથી ફરિયાદીના રોકડ રૂપિયા 7,85,500 તથા ઘરેણા કી.રૂ.4,83,480 તેમજ ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવહીલ કાર કી.રૂ 3,00,000 સહિતનો કુલ 15,68,980નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે ત્યારે લોકોએ પણ ચેતીને રહેવું જોઈએ તેવી અપીલ પોલીસ કરી રહી છે.

ધર્મના નામે ધતિંગ કરનારા ઠગબાજો લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકોની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તેવામાં આ કિસ્સો લોકો માટે એક શીખ લેવા જેવૂં પણ બની ચુક્યો છે. ઘરની શાંતિ માટે અને પત્નીની માનસિક બીમારીને ચપટીમાં દૂર કરી દેવાની વાત કરીને  ખેડૂતને પોતાની વાતમાં ફસાવીને પૈસા પડાવવાની ઘટનાને અમરેલી એસીબી પોલીસની ટીમે 5 લોકોની ટોળકીને ઝડપી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news