કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ
આજે રંગોનો તહેવાર એટલે ધુળેટીનો પર્વ છે. પરંતુ કોરોના કહેર અને તંત્રના આદેશની અસર જોવા મળી રહી છે. રોડ-રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા સામ સૂમસામ ભાસી રહ્યા છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: આજે રંગોનો તહેવાર એટલે ધુળેટીનો પર્વ છે. પરંતુ કોરોના કહેર અને તંત્રના આદેશની અસર જોવા મળી રહી છે. રોડ-રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા સામ સૂમસામ ભાસી રહ્યા છે. બાળકો કે યુવાનો કોઇપણ ક્યાંય ધુળેટી રમતા જોવા મળી રહ્યા નથી. સોસાયટી અને રહેણાંક વિસ્તાર સુમસામ જોવા મળી રહ્યા છે. કોરોના (Coronavirus) ના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે.
એમએમસી (AMC) દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે.
Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'
આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.એમએમસી (AMC) દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે અને આવતીકાલે શહેર તમામ ક્લબો બંધ રહેશે. એએમસી દ્રારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે.
Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS
આ ઉપરાંત જે સામાજિક મેળાવડા થતા હશે તેને બંધ રાખવામાં આવશે. એએમસી દ્રારા મોટી સોસાયટીમાં હોળી (Holi) રમાતી હોય છે તેના પર પણ પ્રતિબંધ (Ban) મુકવામાં આવ્યો છે. જો નાગરિકો જાહેરમાર્ગ પર હોળી રમતા પકડાશે તો તેના વિરૂદ્ધ પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત હોળી દરમિયાન ઘણા યુવાનો રોડ પર ફંડ ઉઘરાવવા નિકળે છે તેમને પણ અટકાવવામાં આવશે.
આજે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે.
શાહી મહેલથી કમ નહી Ravindra Jadeja નો બંગલો, Facilities જોઇને થઇ જશો ચકિત
અત્રે ઉલ્લખેનીય છે કે થોડા દિવસો અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય.
પોલીસ કમિશનરનું જાહેરનામુ....
રસ્તા પર આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય
કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધાશે
હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકશે
હોળી અને ધૂળેટીના દિવસે કોઈપણ કાર્યક્રમ આયોજિત નહિ કરી શકાય
હોળી-ધૂળેટીના તહેવાર પર પોલીસનો સખત પહેરો રહેશે. પોલીસ બંદોબસ્તમાં 12 ડીસીપી, 15 acp સહિતનો સ્ટાફ રહેશે. તો સાથે જ Raf ની બે કંપની, srp ની કંપની તૈનાત રહેશે. સાથે જ સંવેદનશીલ જગ્યાએ ડીપ પોઇન્ટ મૂકાશે. પેટ્રોલિંગ પણ સઘન રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube