અતુલ તિવારી/અમદાવાદ :દેશ કોરોના (corona virus) ના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. સંકટના આ સમયમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અપીલ પર એકતાનો સંદેશ આપવા માટે આજ રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે દેશવાસી પોતાના ઘરની લાઇટ બંધ રાખશે. આ દરમિયાન લોકો દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલું કરીને એકતાનું પ્રદર્શન કરશે. ત્યારે દીવો પ્રગટાવતા પહેલા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી છે. જે દીવો પ્રગટાવનાર દરેક વ્યક્તિએ જાણી લેવી અત્યંત જરૂરી છે.  


દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવો પ્રગટાવતા પહેલા ધ્યાન રાખો 
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે ગુજરાતના નાગરિકોને કહ્યું કે, પીએમ મોદીએ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે મીણબત્તી, દીપ પ્રાગટય માટે અપીલ કરી છે. ત્યારે મીણબત્તી, દીપ પ્રાગટ્ય કરતા પહેલા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા વિનંતી છે. મીણબત્તી, દીપ પ્રાગટ્યના 10 થી 15 પહેલા સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવો. સેનેટાઇઝરમાં 65% થી 70% જેટલું આલ્કોહોલ હોય છે. અને આલ્કોહોલ તરત આગ પકડે છે. તેથી તમામને સાવચેત રહેવા અપીલ છે. કોરોના સામેની લડાઈમાં સેનેટાઇઝરનો ઉપયોગ સૌ કોઈ કરી રહ્યું છે ત્યારે સૌ કોઈ સુરક્ષિત રહે તે માટે અમારી અપીલ છે. 


કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે


પીએમ મોદીએ કરી હતી એકતાનો સંદેશ આપવાની અપીલ
હકીકતમાં, પીએમ મોદીએ રાષ્ટ્રના નામે જારી એક વીડિયો સંદેશના માધ્યમથી દેશના લોકોને 5 એપ્રિલ, રવિવારે રાત્રે 9 કલાકે ઘરોની તમામ લાઇટો બંધ કરીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટને ચાલું કરવાનો આગ્રહ કર્યો હતો. 3 એપ્રિલે જારી વીડિયો સંદેશમાં પીએમે કહ્યું હતું કે, રવિવાર 5 એપ્રિલે કોરોના સંકટને પડકાર આપવો છે. તેને પ્રકાશની શક્તિનો પરિચય કરાવવો છે. આ 5 એપ્રિલે 130 કરોડ દેશવાસિઓની મહાશક્તિને જાગૃત કરાવવી છે. 5 એપ્રિલ, રવિવાર રાત્રે 9 કલાકે તમારા બધા પાસે 9 મિનિટ ઇચ્છુ છું. તમે રાત્રે 9 કલાકે તમામ લાઇટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં મીણબત્તી, દિવો, ટોર્ચ કે ફ્લેશલાઇટ ચાલું કરો. 


સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું 


એક જગ્યાએ ભેગા ન થાય લોકો
પીએમએ લોકોને આ 9 મિનિટના આયોજન સમયે એક જગ્યાએ ભેગા ન થવાનો આગ્રહ કર્યો હતો. હકીકતમાં, 22 માર્ચે જનતા કર્ફ્યૂ દરમિયા સાંજે પાંચ કલાકે, તાળી, થાળી, ઘંટી વગેરે વગાડીને કોરોનાવિરોનો આભાર વ્યક્ત કરવા ઘણા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. દેશના કેટલાક વિસ્તારોમાંથી એવી તસવીર આવી જેમાં લોકોના ટોળા ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પીએમે આ ઘટનાને જોતા ભેગા ન થવાની સલાહ આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર