સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું

ગઈકાલે લોકડાઉન (lockdown) અને સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટો ભંગ સુરતમાં જોવા મળ્યો હતો. સુરતના સરદાર માર્કેટનો વીડિયો ગઈકાલે વાયરલ (Viral video) થયો હતો. જેમાં શાકભાજી ખરીદી માટે લોકોએ રીતસરની દોટ મૂકી હતી. હજ્જારોની સંખ્યામાં લોકોએ શાકભાજી લેવા માટે પડાપડી કરી. પોલીસ તથા તંત્રની નજર સામે આ ઘટના બની હતી. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. APMCની આ ઘટનાને લઈ આજે પોલીસ કમિશનર, કલેક્ટર, સુરત મ્યુ.કમિશનર અને APMC ના ચેરમેન વચ્ચે મીટિંગ યોજાઈ છે. ગઈ કાલે 10 હજારથી વધુ લોકો શાકભાજી લેવા દોડ્યા હતા તેના પર શું કરી શકાય તે વિશે ચર્ચા કરાઈ રહી છે. 

Updated By: Apr 5, 2020, 12:27 PM IST
સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું

ચેતન પટેલ/સુરત :ગઈકાલે લોકડાઉન (lockdown) અને સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટો ભંગ સુરતમાં જોવા મળ્યો હતો. સુરતના સરદાર માર્કેટનો વીડિયો ગઈકાલે વાયરલ (Viral video) થયો હતો. જેમાં શાકભાજી ખરીદી માટે લોકોએ રીતસરની દોટ મૂકી હતી. હજ્જારોની સંખ્યામાં લોકોએ શાકભાજી લેવા માટે પડાપડી કરી. પોલીસ તથા તંત્રની નજર સામે આ ઘટના બની હતી. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. APMCની આ ઘટનાને લઈ આજે પોલીસ કમિશનર, કલેક્ટર, સુરત મ્યુ.કમિશનર અને APMC ના ચેરમેન વચ્ચે મીટિંગ યોજાઈ છે. ગઈ કાલે 10 હજારથી વધુ લોકો શાકભાજી લેવા દોડ્યા હતા તેના પર શું કરી શકાય તે વિશે ચર્ચા કરાઈ રહી છે. 

કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે

શું હતી ઘટના
ખેડૂત સમાજના પ્રમુખે જયેશ દેલાડે કલેક્ટરને પત્ર લખ્યો હતો કે, સુરતનું એપીએમસી માર્કેટ લોકડાઉનમાં જીવતા બોમ્બ સમાન બન્યું છે. લોકડાઉનના શરૂઆતના દિવસોથી રોજ 50 હજાર લોકો અહીં શાકભાજી ખરીદવા એકઠા થાય છે. જેમ માર્કેટ ખોલાય છે તેમ મોટી સંખ્યામાં લોકો સસ્તી શાકભાજી ખરીદવા પહોંચી જાય છે. જેના બાદ બે દિવસ પહેલા લોકોને પાસ ઈશ્યુ કરાયા હતા. પરંતુ શનિવારે સાંજના સમયે જેમ એપીએમસીનો દરવાજો ખોલાયો તેમ લોકોનુ ટોળુ ફરીથી માર્કેટમાં ઘૂસી ગયું હતું. લોકોએ શાકભાજી લેવા દોટ મૂકી

તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું 

આ ઘટના ગુજરાતના સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢી હતી. જેના બાદ એપીએમસીના ચેરમેન રમણ જાની તંત્ર દ્વારા સૂચના અપાઈ હતી કે, આ પરિસ્થિતિ જલ્દીથી સોલ્વ કરવામાં આવે, નહિ તો એપીએમસી માર્કેટ બંધ કરી દેવામાં આવશે. પાસ ડિસ્ટ્રીબ્યુશનનો વહીવટ યોગ્ય રીતે કરવાની પણ સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે એપીએમસી માર્કેટ સાંજે ખોલવામાં આવે છે. ચાર કલાક માટે માર્કેટ ખૂલે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર