Dog Attack: રાજ્યના નાના-મોટા તમામ શહેરોમાં રખડતા કૂતરાની વસતીમાં ખાસ્સો વધારો થયો છે. સાથે જ કૂતરા કરડવાના બનાવો પણ વધતા જાય છે. શહેરોમાં એવી સ્થિતિ છે કે, વહેલી સવારે કે રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રખડતા કૂતરાઓ સહિત પશુઓના આતંક જોવા મળી રહ્યો છે. જેના કારણે દરરોજ 12 હજારથી વધુ લોકો ભોગ બને છે. જેમાં યુપી નંબર 1 પર છે અને ગુજરાત પાંચમા ક્રમે છે. આ વિશે મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આંકડા રજૂ કર્યા હતા. ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં 11.09 લાખ કેસ નોંધાયા છે એટલે કે રોજના સરેરાશ 868 કેસ નોંધાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમા મુસાફરોમાં ફફડાટ,ઇમરજન્સી લેન્ડિંગ


મહત્વનું છે કે, હંમેશા પાળતુ પ્રાણી તરીકે ઉછેરવા માટે ડોગ લોકોની પ્રથમ પસંદગી રહી છે. સામાન્ય રીતે લોકો ડોગ વિશે એવું વિચારે છે કે તેઓ તેમના માલિક માટે સૌથી વફાદાર પ્રાણી છે. આ સિવાય ઘણા લોકો સુરક્ષાના કારણોસર ડોગને સૌથી વધુ પસંદ કરે છે. તો અમુક લોકો શાન બતાવવા માટે કેટલીક દુર્લભ જાતિના કૂતરાઓ ઉછેરે છે. પરંતુ હાલ એક એવું હકીકત સામે આવી છે, જેને જાણીને તમને નવાઈ લાગશે. ત્રણ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાનો શિકાર બન્યા છે.


ભાવનગરમાં ભગવંત માનનું નિવેદન, હા..પંજાબમાં દેશ વિરોધી તત્વોને વિદેશથી ફંડિંગ થાય છે


ગુજરાતમાં કૂતરાંઓની સંખ્યામાં વધારાની સાથે કૂતરા કરડવાના કેસમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં દરરોજ સરેરાશ 400 લોકોને કૂતરા કરડે છે. મહત્વનું છે કૂતરાઓના ખસીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ કોઈ જ અસર જોવા મળતી નથી. અમદાવાદ શહેર સહિત મહાનગરોમાં કરોડોના ખર્ચ બાદ પણ કૂતરાઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદમાં 1.17 લાખ કૂતરાના ખસીકરણ માટે 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતા અમદાવાદમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના સાત ઝોનના 48 વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી રોડ ઉપર રખડતા પશુઓને ત્રણ શિફ્ટમાં 21 ટીમની મદદથી પકડવામા આવી રહ્યા હોવાનો મ્યુનિસિપલ તંત્રનો દાવો છે. પરંતું રખડતા કૂતરા પકડવાની કામગીરી જે સંસ્થાઓને સોંપવામા આવી છે એ સંસ્થાઓની કામગીરી પણ નબળી જોવા મળી રહી છે. 


ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો! રાજકોટમાં 4.3ની તીવ્રતાના ધરતીકંપથી સ્થાનિકોમાં ફફડાટ


3 વર્ષમાં 1.5 કરોડ લોકો બન્યા પ્રાણીઓનો શિકાર
દર વર્ષે ભારતમાં પાળેલા શ્વાન કરતાં વધુ રખડતા શ્વાન આતંક મચાવતા હોય છે. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષ 2019થી જુલાઈ 2022ની વચ્ચે લગભગ 1.5 કરોડ લોકો પ્રાણીઓના કરડવાથી શિકાર બન્યા છે. તેમાંથી સૌથી વધારે કેસ વર્ષ 2019માં સામે આવ્યા છે. વર્ષ 2019માં લગભગ 72.77 લાખ લોકો આવા અકસ્માતનો ભોગ બન્યા છે. જ્યારે 2020માં 46.33 લાખ અને 2021માં 17 લાખ લોકો પ્રાણીઓના એટેકનો શિકાર બન્યા છે. જ્યારે વર્ષ 2022માં પહેલા સાત મહિનામાં જ 14.50 લાખ લોકો શિકાર બની ચૂક્યા છે. જ્યારે સૌથી વધારે રખડતા શ્વાન ઉત્તર પ્રદેશ, ઓડીશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. શ્વાન કરડવાના કેસ મામલે જોવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધી તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.


ગુજરાત સહિત અમદાવાદીઓ માટે આ જગ્યાએ બન્યો સૌથી મોટો શૉપિંગ મૉલ, જાણો શું હશે ખાસ?


આ વાતનો અંદાજ છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના નોંધાયેલા કેસો પરથી જાણી શકો છો. સ્વાસ્થ્ય વિભાગના ડેટા મુજબ 22 જૂલાઈથી 18 ઓગસ્ટ 2019 સુધીમાં રાજ્યમાં કૂતરા કરડવાના કુલ 27,299 કેસ નોંધાયેલા છે. જે એવરેજ મુજબ રોજના 1000 કેસ થાય છે.


ગુજરાતના આ શહેરોના જમીનના ભાવ ઉંચકાશે, સરકારે 11 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી


ભારતમાં હડકવાથી થતા મોતમાં સૌથી વધુ સંખ્યા
ભારતમાં હડકવાથી થતા મૃત્યુમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે 30-60 ટકા મૃત્યુ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે, જ્યાં સુધી શ્વાનને કારણે થતી ઈજાઓ અને મૃત્યુ થવા પર કોઈપણ પ્રકારના વળતર મળે તેવી જોગવાઈ હાલમાં કેન્દ્રીય સ્તરે કોઈ કાયદો નથી. કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં વળતર નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.