ભાવનગરમાં CM ભગવંત માનનું મોટું નિવેદન, 'હા...પંજાબમાં દેશ વિરોધી તત્વોને વિદેશથી ફંડિગ થાય છે...'
ભાવનગરની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખાલિસ્તાન માટે પંજાબમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને વિદેશી ફન્ડિંગ થતું હોવાનો સ્વીકાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/ભાવનગરઅમદાવાદઃ ગુજરાતના ભાવનગરમાં સામૂહિક લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ પંજાબના મુખ્યમંત્રીનું એક મોટું નિવેદન હાલ ભારે ચર્ચામાં છે. પંજાબમાં ખાલિસ્તાની વધતી સક્રિયતા પર પ્રથમ વખત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બોલ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પંજાબમાં દેશ વિરોધી તત્વોને વિદેશથી ફંડિંગ થાય છે. વિરોધ કરી રહેલા લોકોને પંજાબી ન કહેવાય.
ભાવનગરની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખાલિસ્તાન માટે પંજાબમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને વિદેશી ફન્ડિંગ થતું હોવાનો સ્વીકાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કર્યો છે. ભગવંત માને જણાવ્યું કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પંજાબ ન કહેવાય. કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આવા લોકોને વિદેશથી ફન્ડિંગ થાય છે. ભાવનગરમાં વીર માંધાતા સંગઠને સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં ભગવંત માને હાજરી આપી હતી.
પંજાબના અમૃતસરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ગુંડાગીરી અને હંગામાની ચોતરફ ટીકાથી ઘેરાયેલા ભગવંત માને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાતના ભાવનગરમાં સામૂહિક લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ માને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. પંજાબમાં કાયદો અને વ્યવસ્થાના તમામ પ્રશ્નોને ફગાવી દેતા માને કહ્યું કે રાજ્યમાં શાંતિ છે. ઊલટું ભાજપ પર પ્રહાર કરતા માને કહ્યું કે ભાજપ સરકારોને લૂંટે છે. તેઓ હાર પચાવી શકતા નથી. દિલ્હી એમસીડીમાં ચાલી રહેલી મડાગાંઠ પર માને કહ્યું કે તેઓ 15 વર્ષથી ખુરશીઓ પર ચોંટીને બેઠા છે. ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે કહ્યું કે પંજાબની સરકાર દેશની પહેલી સરકાર છે જેણે પોતાના બે મંત્રીઓ અને એક ધારાસભ્યને જેલમાં મોકલી દીધા છે.
માને કહ્યું કે પંજાબ સરકાર અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરવામાં વ્યસ્ત છે. તમામ ઉપલબ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું કે એ ચોક્કસ છે કે LG સાહેબ તમારી સરકારને દિલ્હીમાં કામ કરવા દેતી નથી. પછી માને મોટા પ્રહારો કરતા કહ્યું કે જે દેશમાં ભાજપ સરકાર નથી બનાવી શકી ત્યાં રાજભવન દ્વારા શાસન કરવાનો પ્રયાસ કરી રહી છે. માનને બે ટૂક શબ્દોમાં કહ્યું કે અહીં રાજ્યાલ થોપી દેવામાં આવે છે. લોકશાહીમાં ચૂંટાયેલા નિર્ણયો લેશે. માને કહ્યું કે રાજ્યોના રાજભવન ભાજપનું મુખ્યાલય બની ગયા છે અને રાજ્યપાલ તેમના તેમના સ્ટાર પ્રચારક. મનીષ સિસોદિયાના મુદ્દે બોલતા માને કહ્યું કે અમે CBI અને EDથી ડરતા નથી.
માને વધુમાં કહ્યું કે તમે જે પણ પાક વાવવા માંગો છો તે પંજાબની ધરતી પર ઉગી જશે. રાજ્યની જમીન એટલી ફળદ્રુપ છે, પણ નફરતના બીજ ઉગશે નહીં. ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવેલા માનએ કહ્યું કે તેઓ ખુશ છે કે ગુજરાત સરકારે શિક્ષણ અને આરોગ્ય માટે બજેટમાં વધારો કર્યો છે. માને કહ્યું કે અમે ખુશ છીએ કે આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે. તે 10 વર્ષ જૂની પાર્ટી છે, પરંતુ તે મોટી પાર્ટીઓને એજન્ડા ફરીથી સેટ કરવા માટે મજબૂર કરી રહી છે.
મોરબી મુદ્દે કટાક્ષ કર્યો
એક પ્રશ્નના જવાબમાં ભગવંત માને કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી બહાર આવેલી પાર્ટી છે. અમે અમારા લોકો પર પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. અમને અહીં ક્લીનચીટ મળતી નથી. અમે સાંભળ્યું છે કે અહીં મોરબીના બ્રિજના લોકોને ક્લીનચીટ મળી છે કે તેમનો કોઈ વાંક નથી. એ લોકોનો વાંક છે કે તેઓ પુલ પર કેમ ગયા? 30 ઓક્ટોબરે મોરબી બ્રિજ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. આ કેસમાં ઓરેવા ગ્રુપ કંપનીના એમડી સહિત 10 લોકો જેલમાં છે. હાઈકોર્ટે તાજેતરમાં કંપનીને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે