* આરોપી મોબાઈલ માં મેપ ના આધારે પહેલા રેકી કરતા..
* મેપમાં વિસ્તારમાં જોતા કે ઘરની આજુ બાજુ ઝાડીઓ હોય ત્યાં ટાર્ગેટ કરતા..
* આરોપીઓ બંધ મકાનમાં ચોરી કરીને ત્યાંથી જ મોપેડ લઈ અન્ય ચોરીમાં તેનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું
* રોકડ રકમ, દાગીના, મોબાઈલ અને ચોરી કરવાના સાધનો મળી રૂપિયા 44 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો..
* સુરત સહિત ગુજરાતમાં અલગ શહેરોમાં પણ ટાર્ગેટ કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતન પટેલ/સુરત : ક્રાઇમ બ્રાન્ચે બંગાળી ગેંગને ઝડપી પાડી છે. જેમાં આરોપીઓ શહેરના નજીક હાઈ વે ઉપર ભાડાનું મકાન રાખી ગૂગલ મેપથી ઝાડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સમયે ચોરીના ગુનાને અંજામ અપાતો હતો.


મફતમાં દોરી સ્ટેન્ડ: અહીં સ્ટેન્ડ નંખાવીને તમારૂ ગળુ, જીવ અને પૈસા બધુ જ બચાવો


સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની પકડમાં ઉભેલા ઈસમોની જો વાત કરવામાં આવે તો તમને પણ એમ થશે કે હવે તસ્કરો પણ મોબાઈલ ફોનના આધારે ચોરીને અંજામ આપવા લાગ્યા છે. કહેવત છે કે મોબાઈલ ફોન જે વ્યક્તિ વાપરતા હોય તે તેના યુસ પર આધાર કે સારા માટે કોઈ ખરાબ માટે પણ તસ્કરો માટે એક ગુગલ મેપ આશીર્વાદ રૂપ સાબિત થયું. ડીસીબી દ્વારા આંતર રાજ્ય બંગાળી ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા. ઝડપાયેલા ગેંગના સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 44 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના છ, વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેસનના એક મળી કુલ 10 ગુનાની કબૂલાત કરી છે.


CMની જાહેરાત: કમુરતાં ઉતરતા જ ગુજરાતમાં શરૂ થશે રસીકરણ અભિયાન,રસી લેવી છે તો વાંચો!


નવાઈની વાત એ છે કે, આરોપીની પૂછપરછમાં હકીકતએ બહાર આવી કે પહેલા આરોપી રેકી કેવી રીતે કરતા તો આરોપીઓએ જણાવ્યું કે ગુગલ મેપથી ઝાડી-ઝાંખરાની આજુબાજુના મકાનો શોધી ચોરી કરતા હતા. બંગાળી ગેંગના 5 ઝડપાયા, ઘરમાં ઘૂસી જમતા-બીડી પીતા પછી હાથફેરો કરતા વધુ પૂછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના ચોરીના ભેદ ઉકેલાયા છે.


પારૂલ યુનિવર્સિટી: પ્રોફેસરે યુવતીને કહ્યું તારી સાથે ગાડીમાં ફિઝીયોથેરાપીના ક્લાસ કરવા છે અને...


ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ, મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ, હાલીમ આબુલહુસૈન શેખ અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ, હસનાન ઉર્ફે સુમન જલાલ ખાનને ઝડપી પાડ્યા હતા.જેમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં 44 ચોરીને અંજામ આપ્યો ચુક્યા છે. આ ગેંગ દ્વારા જ્યારે આ ગેંગ માં 10થી 12 જણા છે. અને સન ૨૦૧૬થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરુચમાં 7, વલસાડમાં 6, સુરતમાં 5, બારડોલીમાં 2, બીલીમોરામાં 2 અને નડીયાદમાં 2 ચોરી કરી છે. બે-બે તથા ત્રણ-ત્રણની જોડી બનાવીને સ્કૂલ બેગમાં સ્ક્રૂ ડ્રાઈવર, રેન્જ ઍકઝેસ્ટ પાનુ, ગણિશિયું અને ટોર્ચ લાઈટ લઈ જ્લ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરી ચોરી કરતા હતા. બાદમાં ટોળકી મકાનમાંથી મોપેડની પણ ચોરી કરતા હતા અને તેને સુરત નજીકના મેઈન બ્રિજની નીચે તથા હાઈ-વે પર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી બીજી વખત ચોરીમાં ઉપયોગ કરતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube