ચેતન પટેલ, સુરત: ડોનેશનના નામે અને અલગ-અલગ વિભાગની ફી ના નામે સ્કૂલો વાલીઓને લૂંટી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલ ડોનેશનના મુદ્દાને કારણે વિવાદમાં આવી છે. સુરતની મેટાસ સ્કૂલના વાલીઓ પાસે એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતા તેઓ રોષે ભરાયા છે. જેને લઈને ફરીવાર 50 જેટલા વાલીઓ ડોનેશનની ફરિયાદ કરવા તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ફરિયાદ કરાઈ છે. જેમાં આઈટીસી ફંડ, બિલ્ડીંગ ફંડ, એનરોલમેન્ટ ફંડ વગેરે હેડ નીચે મેટાસ સ્કૂલે વાલીઓ પાસે ડોનેશન લીધું છે. આ માટેના નક્કર પુરાવાની રસીદ અને એફિડેવિટ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને જમા કરાવી છે. 


આ વાતને દોઢ વર્ષ થયું હોવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી. વળી અત્યારે પણ 40 જેટલા વાલીઓ પાસે ડોનેશન લેવાયું છે. જેને લઈને એસોસિએશને DEO ની મિલી ભગતનો આરોપ લગાવ્યો છે અને ફરીવાર નવા 50 જેટલા ડોનેશનની રસીદ બતાવી તેમજ જમા કરાવીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. 


સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન પ્રમુખ ચિરાગ ઠક્કરે જણાવ્યું કે, જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં સ્કૂલે કબુલ્યું છે કે અમે 8 કરોડ પરત કર્યા છે તો તેના હિસાબે 80 કરોડ રૂપિયા સ્કૂલને દંડ થાય છે. કલેક્ટરે આ દંડ વસુલાવવા માટે ડીઈઓને જણાવ્યું પણ હતું પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ હજી કોઈ કાર્યવાહી કરી નથી. જેથી સ્કૂલને છટકબારી આપવાની અને મીલીભગત હોવાની શંકા લાગી રહી છે. જેને કારણે આજે અમે અન્ય 50 ડોનેશનની પાક્કી રસીદ આજે જમા કરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube