મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર અને તેમના પરિવાર વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં આજે બિલ્ડર પિતા પુત્રના જામીન માટે રૂપિયા 2.50 કરોડ આપવામાં આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે. જોકે હવે પોલીસ તપાસમા શું નવુ સામે આવે છે તે જોવુ મહત્વનુ છે. પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ, પતિ મોનાંગ પટેલ, સાસુ મયુરિકા પટેલ સહિત પોતાના પિતા મુકેશ પટેલ વિરુધ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખુ અમરેલી: કલેક્ટરની COVID 19 મોનિટરિંગ સેલ, રજે રજની રાખે છે માહિતી, આપેછી નિર્દેશ


જે કેસમાં બે આરોપીને આગોતરા જામીન મંજુર થયાં પરંતુ રમણ પટેલ અને મોનાંગ પટેલના જામીન નથી મળ્યા તે માટે પિતા પુત્ર દ્વારા રૂપિયા 2.50 કરોડ સમાધાન પેટે આપવામાં આવ્યા હતા. તે રૂપિયા ક્રાઈમ બ્રાંચે ફરિયાદી પરિણીતા ફિઝુ પટેલના માસી નિમા શાહના ઘરેથી કબ્જે કરવામાં આવ્યા છે. રોકડા રૂપિયા 2.50 કરોડ મળી આવવા મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે, બિલ્ડર પિતા પુત્રને જામીન મળી રહે તે માટે ફરિયાદી ઝડપથી કોર્ટમા એફિડેવીટ રજૂ કરે તે માટે આ રૂપિયા ફરિયાદી ફિઝુની માતા જાનકી બેનને આપવામાં આવ્યા હતા. 


કોરોનાનો ડર: નોકરી છૂટી જવાની બીકે સ્પાઇસ જેટની કર્મચારીએ કરી આત્મહત્યા


જો કે એફિડેવીટ થાય તે પહેલા જ રૂપિયા પોલીસે કબ્જે કરી સમાધાનમાં ભંગ પાડ્યો છે. હાઈપ્રોફાઈલ કેસમાં હંમેશા ફરિયાદી અને આરોપી વચ્ચે રૂપિયાનો વ્યવહાર થઈ સમાધાન થતુ હોય છે. પરંતુ પહેલી વખત સમાધાન માટે આપવામાં આવેલી રકમ પોલીસે કબ્જે કરી છે. ત્યારે હવે આ કેસમાં કોર્ટ શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર