પાલનપુરના બિસ્માર રોડથી વાહન ચાલકો પરેશાન, નગરપાલિકાને ખાડા જ નથી દેખાતા
સામાન્ય વરસાદમાં શહેરમાં આવેલ તેમજ અન્ય ગામડાઓ તરફ જતા રોડ તૂટી જતા અને રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકો તેમજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં આ વર્ષે પડેલ નહિવત વરસાદમાં પણ પાલનપુરના અનેક રોડ તૂટી ગયા છે તેમજ રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો સહિત લોકો ખુબજ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
પાલનપુર: સામાન્ય વરસાદમાં શહેરમાં આવેલ તેમજ અન્ય ગામડાઓ તરફ જતા રોડ તૂટી જતા અને રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકો તેમજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં આ વર્ષે પડેલ નહિવત વરસાદમાં પણ પાલનપુરના અનેક રોડ તૂટી ગયા છે તેમજ રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો સહિત લોકો ખુબજ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ચંદ્રના ક્રેટરને પણ શરમાવે તેવા અમરેલીના ખાડાઓથી સ્થાનિકો ત્રાહીમામ્
પાલનપુર શહેરમાં દિલ્હીગેટ થી ધનિયાના ચોકડી, ગઠામણગેટથી ડેરી રોડ,મીરાગેટથી ગણેશપુરા,વિધા મંદિરથી પોલીટેક્નિક, પોલીટેક્નિકથી જનતા નગર સહિત અનેક રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોવાથી લોકોને પોતાના વાહનો ખાડા માંથી પસાર કરવા પડી રહ્યા છે. જેના કારણે અનેક વાર વાહનો ખરાબ થઈ રહ્યા છે, તો અકસ્માતની પણ ભીતિ સેવાઇ રહી છે. રોડની હાલત જોઈને લોકો હવે રોડ ઉપરથી પસાર થતાં પણ અચકાઇ રહ્યા છે તો રીક્ષા ચાલકો કોઈ બીમાર વ્યક્તિ હોય તો પણ તેને આવા ખાડા વાળા રોડ હોવાના કારણે સાચવીને લઈ જઈ શકતા નથી. જેથી લોકો હવે નગરપાલિકા ઉપર રોષ ઠાલવી રહ્યા છે.
જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ
પાલનપુર નગરપાલિકામાં રોડ અને રસ્તાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. નગરપાલિકા દ્વારા રોડના કામ પણ કરવામાં આવી રહ્યા છે અનેક રોડોને દરવર્ષે રીપેરીંગ પણ કરવામાં આવી રહ્યા છે, છતાં પણ નગરપાલિકાની મિલીભગતના કારણે હલકી કક્ષાના રોડ બની રહ્યા છે. જેથી દરવર્ષ સામાન્ય વરસાદમાં રોડ તૂટી જાય છે અને તેનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે.પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ અનેક રોડ તૂટી ગયા છે અને મોટા ખાડા પડી ગયા છે.
ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું
તૂટેલા રોડ અને ખાડાઓને કારણે લોકોએ અનેકવાર આ રોડ રસ્તા જલદી રીપેર કરવા માટે નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાના ને તૂટેલા ખાડાવાળા રોડ દેખાતા નથી ત્યારે જાણે નગરપાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર