ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું

 રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરાયું હતું, કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.
ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું

ભાવનગર:  રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરાયું હતું, કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે. ભાદરવીના આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શને આવતા હોય છે. આ સમયે પરંપરાગત રીતે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવના મંદિરે પ્રથમ ધજા ચડાવવામાં આવે છે. જ્યારે શ્રાવણ માસના અંતિમ દિવસને ભાદરવી અમાસ તરીકે ઉજવાય છે, ત્યારે રાજવી પરિવારના રાજવી વિજયરાજસિંહજી દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજવી પરિવારની આ ધજા રાજવી પરિવારવતી ક્ષત્રિય સમાજના આગેવાનો આવતીકાલે કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવને ચડાવશે.

કોળિયાક ખાતે પરંપરાગત રીતે ભરાતા ભાદરવી ના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીના કારણે તમામ મેળાવડા બંધ રાખવામાં આવ્યા હોય ત્યારે ભાદરવીનો મેળો પણ ભાવનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કોળિયાકના દરિયા કિનારે પ્રવેશબંધી ફરમાવી છે. જોકે પરંપરા જળવાઈ રહે એ માટે રાજવી પરિવારની ધજા ચડાવવા માટે કલેકટર દ્વારા ખાસ નીતિ નિયમોને આધીન રહી માત્ર પાંચ લોકોને જવા માટે મંજૂરી આપી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ક્ષત્રિય સમાજના માત્ર પાંચ આગેવાનો કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે જશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન અને માસ્ક પહેરી મંદિરે ધજા ચડાવી પરંપરા ને જીવંત રાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news