ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે. ગુજરાત ATS ને મળેલા ઇનપુટ ના આધારે ભોપાલમાં બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં દરોડા પાડ્યા હતા.
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતની એટીએસ એ ભારત આખામાં ડંકો બજાવ્યો છે. ગુજરાત બહાર પણ એટીએસ ડ્રગ્સ બનવાતી ફેકટરી પકડી રહી છે, ત્યારે ભોપાલમાંથી ડ્રગ્સની ફેકટરીમાંથી 1814 કરોડ ડ્રગ્સ સાથે બે આરોપીઓ ની ધરપકડ કરી છે.
નવરાત્રિ પછી શરૂ થશે વરસાદનો તોફાની રાઉન્ડ! વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલની આગાહી
ગુજરાત ATS અને NCB દિલ્હીની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે. ગુજરાત ATS ને મળેલા ઇનપુટ ના આધારે ભોપાલમાં બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. ત્યાંથી એમ.ડી ડ્રગ્સ અને સેમી લિક્વિડ અને સેમી સોલિડ એમ કુલ મળીને 1814 કરોડની કિંમતનું 907 કિલો એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સ સાથે ભોપાલના અમિત ચતુર્વેદી અને નાસીકનાં સન્યાલ બાને નામનાં શખ્સની ધરપકડ કરી હતી. ગોડાઉનમાંથી એટીએસને 5000 કિલો રો-મટિરિયલ પણ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓએ છેલ્લા 7 મહિનાથી આ એસ્ટેટ ભાડે રાખ્યું હતું અને ત્યાં આધુનિક મશીનરી થી રોજના 25 કિલો ડ્રગ્સ નું ઉત્પાદન થઈ શકે તે રીતે ફેક્ટરી ઉભી કરી હતી. ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ NCB દિલ્હી દ્વારા હાથ ધરાઈ છે.
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?