હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સ

India vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે. સૂર્યાની પાસે પણ હાર્દિકની કેપ્ટનશિપમાં બનેલા રેકોર્ડ તોડવાનો ગોલ્ડન ચાન્સ હશે.

હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સ

IND vs BAN T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડની ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરનું મેદાન કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથોમાં છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ જે રેકોર્ડ બનાવ્યો હતો તેને તોડવાનો પણ સ્કાય પાસે શાનદાર મોકો હશે.

હાર્દિકની કેપ્ટનશિપમાં બનશે મહારેકોર્ડ
ટી20 વર્લ્ડકપ 2022માં ટીમ ઈન્ડિયા ટ્રોફીથી ચૂકી ગઈ હતી. મેગા ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ હાર્દિક પાંડ્યાને સોંપી દેવામાં આવી હતી. હાર્દિકની કેપ્ટનશિપમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં ટીમ ઈન્ડિયાએ એક રેકોર્ડ કાયમ કર્યો, જેણે બાંગ્લાદેશ વિરુદ્ધ તોડવાનો શાનદાર મોકો હશે. તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ ટી20માં પોતાની સૌથી મોટી જીત નોંધાવી હતી.

Add Zee News as a Preferred Source

ન્યૂઝીલેન્ડને કેટલા રનથી મળી હતી હાર?
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુવા બેટ્સમેન શુભમન ગિલે માત્ર 63 બોલમાં 126 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 7 સિક્સરનો સમાવેશ થાય છે. રાહુલ ત્રિપાઠીએ પણ 44 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. કેપ્ટન પાંડ્યાએ પણ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 235 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતે સૌથી મોટી જીત નોંધાવી હતી
પહાડી ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ બેચેન દેખાતી હતી, ટીમ માટે સૌથી વધુ રન ડેરીલ મિશેલ (35)એ બનાવ્યા હતા. ટીમના 9 બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. ભારતે આ મેચમાં 168 રનથી મોટી જીત નોંધાવી હતી. આ T20 ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત સાબિત થઈ. હવે સૂર્યકુમાર અને કંપની માટે બાંગ્લાદેશ સામે આ રેકોર્ડ તોડવાની મોટી તક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news