જયેન્દ્ર ભોઈ, પંચમહાલઃ કોરોના સંકટને કારણે અત્યાર સુધી અનેક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવા પડ્યા છે. ત્યારે હવે યાત્રાધામ પાવાગઢ ખાતે યોજાતી પાવાગઢ પરિક્રમા કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે પાવાગઢમાં છેલ્લા પાંચ વર્ષથી માગશર વદ અમાસે આ પરિક્રમા યોજવામાં આવે છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 જાન્યુઆરીએ યોજાવાની હતી પરિક્રમા
યાત્રાધામ પાવાગઢ ખાતે આ વર્ષે 13મી જાન્યુઆરીએ પરિક્રમા યોજાવાની હતી. જેનું આયોજન પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિ અને સ્થાનિક યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ પરિક્રમા માગશુર વદ અમાસે યોજવામાં આવે છે. પરંતુ રાજ્યમાં હાલ કોરોના વાયરસની સ્થિતિને કારણે આ પરિક્રમા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


કોરોના સંકટ બાદ આજથી રાજ્યમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, શાળા-કોલેજો શરૂ  


પાવાગઢમાં યોજાતી આ પરિક્રમામાં દર વર્ષે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે અત્યાર સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા પાવાગઢ પરિક્રમા યાત્રા સમિતિના અધ્યક્ષ ડો. પરાગ પંડ્યાએ કહ્યુ કે, કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે. જો આગામી ચૈત્ર મહિનામાં પરિસ્થિતિ અનુકૂળ હશે તો યાત્રાનું આયોજન કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube