ઝી બ્યુરો/પોરબંદર: પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદ તથા ઉપરવાસના ડેપોના કારણે 40 વર્ષમાં ન જોવા મળી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં તો 10થી 12 ફૂટ જેટલા પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરો ટળ્યો નથી! વડોદરામાં ફરી 1 સપ્ટેમ્બર સુધી જાહેર કરાઈ શાળાઓમાં રજા, અંદાજ લગાવી


પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઘેડ તથા બરડા પંથકના ગામો બેટમા ફેરવાયા જ છે પરંતુ આ વખતે શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણીમા તરબોળ જોવા મળ્યા હતા.શહેરના જયુબેલી પુલ નજીક આવેલ ખડપીઠ વિસ્તાર જે ખાડી કાંઠાથી એકદમ નજીક આવેલ છે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


ટાટા મોટર્સ DVR ના શેરનું ટ્રેડિંગ થયું બંધ, દર 10 શેર પર મળશે ટાટા મોટર્સના 7 શેર


આ વિસ્તારમાં એક એક માળ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે.આ વિસ્તારમાં માલધારી પરીવારો તેમજ પશુઓનુ ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓ પણ હોવાથી પશુઓ હાલ જયુબેલી પુલ પર બાંધવામાં આવ્યા છે જ્યુબેલી પર જ પશુઓને રાખી ઘાસચારો આપવામાં રહ્યો છે.


વિરોધીઓને પછાડવા માટે રાહુલ ગાંધીનો નવો માસ્ટર સ્ટ્રોક! આવી રહી છે ભારત ડોજો યાત્રા


પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદ તથા ઉપરવાસના પાણીના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોના બચાવ માટે જેઓ કામગીરી કરે છે તે ફાયર બ્રિગેડ સ્ટેશનનું કમ્પાઉન્ડ પણ પાણીમા ગરકાવ થયેલ જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ તથા ઉપરવાસના ભાદર ડેમના પાણીને કારણે પોરબંદર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.


Watch Video: વૈભવી કારમાં અંતરંગ પળો મનાવી રહ્યું હતું કપલ, પછી શું થયું જુઓ વીડિયો


પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પણ 1983 બાદ પ્રથમ વખત ભાદર ડેમના પાણી ફરી વળતા ફાયર બ્રિગેડ સ્ટેશન પાણીથી બચી શક્યું નથી. ફાયર બ્રિગેડના વાહનો જ્યાં રાખવામાં આવે છે ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં પણ હજુ પણ ગોઠણડૂબ પાણી ભરાયેલ જોવા મળી રહી છે.