Bharat Dojo Yatra: વિરોધીઓને પછાડવા માટે રાહુલ ગાંધીનો નવો માસ્ટર સ્ટ્રોક! આવી રહી છે 'ભારત ડોજો યાત્રા'
રાહુલ ગાંધી હવે બહુ જલદી ભારત ડોજો યાત્રા કાઢશે. તમને પણ એમ થતું હશે કે આખરે આ ભારત ડોજો યાત્રા શું હશે. તો તમને જણાવી દઈએ કે ડોજો સામાન્ય રીતે માર્શલ આર્ટ માટે એક ટ્રેનિંગ સેન્ટર કે સ્કૂલને કહેવામાં આવે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો રાજકીય ચમત્કાર દેખાડીને કોંગ્રેસનું કદ બમણું કરી ચૂકેલા રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી અને જમ્મુ કાશ્મીરમાં ભાજપને પછાડવા માટે એકદમ સોલિડ અને નવો દાંવ ચલાવ્યો છે. 'ભારત જોડો યાત્રા' કાઢી ચૂકેલા રાહુલ ગાંધીએ હરિયાણાની ચૌધરમાં 'ધોબી પછાડ' જેવા જૂના દાવ અજમાવવાની જગ્યાએ નવો પ્રયોગ કર્યો છે. પોલિટિકલ કોડિંગની ભાષામાં કહીએ તો રાહુલ ગાંધીએ 'જાપાની' પેંતરો અજમાવ્યો છે. 4 જૂનના રોજ મોહબ્બત કી દુકાનની સારી બોણી થયા બાદ યુવાઓને કોંગ્રેસ સાથે જોડવા માટે તેમણે જે વાતો કરી છે તે સદીઓ જૂની છે. જો કે આજે પણ પ્રાસંગિક છે અને તેમાં ઊંડા સંકેતો છૂપાયેલા છે.
રણનીતિ બની ગઈ છે, હવે તો બસ બ્યુગલ ફૂંકાય તેની જ રાહ જોવાઈ રહી છે. કોંગ્રેસ નેતા અને સમર્થક એટલા બધા ઉત્સાહિત છેકે રાહુલ ગાંધીના આ નવા જાપાની ફોર્મ્યૂલાને તેમનો હવે પછીનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે. આ કડીમાં તેમણે જાપાની રાજકીય માર્શલ આર્ટ સંબંધિત એક વીડિયો જારી કરતા જલદી 'ભારત ડોજો યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરી છે.
શું છે આ ડોજો, રાહુલ ગાંધીનો જાપાની ફોર્મ્યૂલા?
ડોજો સામાન્ય રીતે એક પ્રકારના માર્શલ આર્ટના ટ્રેનિંગ સ્કૂલ છે. એવી જગ્યા જ્યાં લોકો જૂડો, કરાટે કે કોઈ બીજી માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરે છે. જાપાની ભાષામાં ડોજોનો અર્થ છે- જવાનો રસ્તો. સૌથી શરૂઆતી ડોજો બૌદ્ધ મંદિરોની અંદર બનતા હતા. જ્યાં ઊંડી તાલિમ અપાતી હતી. તેમાં કેન્ડોની માર્શલ આર્ટની સાથે સાથે મેડિટેશન પણ હતું. લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધીએ પોતાની યુટ્યુબ ચેનલ પર જે વીડિયો શેર કર્યો છે તે આ વર્ષની શરૂઆતમાં કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રાના સમયનો છે. તેમાં તેઓ બાળકોને માર્શલ આર્ટની બારીકાઈ જણાવી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટની કેપ્શનમાં લખ્યું કે 'ભારત જોડો યાત્રા' દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની મુસાફરી કરી તો દરેક સાંજે જિઉ-જિત્સુ (JIU-JUTSU)ની પ્રેક્ટિસને અમારું ડેઈલી રૂટિનનો ભાગ બનાવ્યો. આ આર્ટ ફિટ રહેવા માટેની એક સરળ રીત તરીકે શરૂ થઈ હતી જે આજે એક કોમ્યુનિટી એક્ટિવિટી બની ચૂકી છે.
જે પ્રકારે મોદી યુથ સાથે કનેક્ટ કરે છે, એ જ અંદાજમાં પોતાની વાત આગળ વધારતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જાપાની પ્રેક્ટિસને લઈને અમારો હેતુ યુવાઓને યોગ અને ધ્યાન ઉપરાંત જિઉ-જિત્સુ, એકિડો(Aikido) અને અહિંસક સંઘર્ષની ટેક્નિકોના સામંજસ્યપૂર્ણ મિશ્રણ 'જેન્ટલ આર્ટ' ની સુંદરતાથી પરિચિત કરાવવાનો હતો. હું નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે મારો અનુભવ શેર કરવા માંગુ છું. આશા છે કે તેમાંથી કેટલાક લોકો આ ખુબ જ શાનદાર માર્શલ આર્ટના 'સૌમ્ય રૂપ'નો અભ્યાસ કરવા માટે પ્રેરિત થશે.
During the Bharat Jodo Nyay Yatra, as we journeyed across thousands of kilometers, we had a daily routine of practicing jiu-jitsu every evening at our campsite. What began as a simple way to stay fit quickly evolved into a community activity, bringing together fellow yatris and… pic.twitter.com/Zvmw78ShDX
— Rahul Gandhi (@RahulGandhi) August 29, 2024
શું હોય છે જિઉ જિત્સુ અને એકિડો
જિજુત્સુ કહે કે જુજુત્સુ, આ માર્શલ આર્ટ ફેમિલીનો એક ભાગ છે. આ એક જાપાની ડિફેન્સ કલા આર્ટ છે. આ કલામાં પારંગત વ્યક્તિ તલવાર અને ઢાલ લઈ દુશ્મનને કોઈ પણ હથિયાર વગર પછાડી દે છે. તેનો હિન્દી અનુવાદ સૌમ્ય કલા છે. જુજુત્સુનો એક અર્થ નરમ એટલે કે કોમળ પણ થાય છે. જ્યારે ઈત્સુનો અર્થ ટેક્નિક થાય છે.
JIU-JUTSU ની ઉત્પતિ લગભગ 16મી સદીના અંતમાં થઈ હતી. જાપાનમાં 12મી થી 19મી સદી વચ્ચે સામુ યોદ્ધાઓનું વર્ચસ્વ હતું. જેમની પાસે રાજકીય શક્તિઓ હતી. સમુરાઈ યોદ્ધાઓએ યુદ્ધ દરમિયાન નિહથ્થા હોવા પર એક સાથે અનેક દુશ્મનો સાથે લડવા માટે નવી નવી રીતો એટલે કે ટેક્નિકોની શોધ કરી હતી. આગળ 20મી સદીમાં તેમાંથી કેટલીક ચીજોને જોડવામાં આવી. આ યુદ્ધ કળામાં દુશ્મનની એનર્જીને ફટાફટ ખતમ કરવા પર ફોક્સ કરાય છે.
એકિડો
એકિડો જુજુત્સુની જ એક શાખા છે. જેને 20મી સદીની શરૂાતમાં માર્શલ આર્ટિસ્ટ મોરિહેઈ ઉએશિબાએ વિક્સિત કરી. એકિડોનો શાબ્દિક અર્થ છે-ઉર્જામાં સામંજસ્ય સ્થાપિત કરવાની રીત. તેને એનર્જી બેલેન્સિંગ સાથે જોડવામાં આવે છે. એકિડોની રેમેડીમાં જીવલેણ અને ઘાતક એટેક કરાતો નથી. તેનો લક્ષ્ય હરીફને ઈજા ન પહોંચાડીને પોતાનો બચાવ કરવાનો હોય છે. આ રીતે હરીફની તાકાત ખતમ કરીને મુકાબલો સમાપ્ત કરવા પર ભાર મૂકાય છે.
ઉએશિબાની શીખ મુજબ એકિડોમાં મહારથ મેળવનારા વ્યક્તિનો પ્રાથમિક લક્ષ્ય પોતાના પર કાબૂ મેળવવાનો હોય છે. હિંસા કે આક્રમક થઈને બીજાને મારવાનો નહીં. વિદેશોમાં કુશળ ડોક્ટરો આજે પણ આ પ્રેક્ટિસને ફોલો કરે છે. તેઓ પોતાના માનસિક વિકાસ અને ફિઝિકલ ફિટનેસ માટે તેની પ્રેક્ટિસ કરે છે.
હવે માર્શલ આર્ટના આ સ્વરૂપોને જાણ્યા બાદ એવું કહી શકાય કે રાહુલ ગાંધી પોતાની મોહબ્બતની દુકાન ચલાવવા માટે જે જાપાની ફોર્મ્યૂલાનો સહારો લે છે તેમાં હિસાને કોઈ જગ્યા નથી. પરંતુ જો બીજા હિંસક થઈ રહ્યા હોય તો તેની એનર્જી ખતમ કરીને તેને પણ હિંસા ફેલાવતા રોકવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે