ટાટા મોટર્સ DVR ના શેરનું ટ્રેડિંગ થયું બંધ, દર 10 શેર પર મળશે ટાટા મોટર્સના 7 શેર

ટાટા મોટર્સ ડીવીઆર (Tata Motors DVR)ના શેરનું ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. કંપની પોતાના ડીવીઆર શેરને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરી રહી છે. કંપનીના શેર ગુરૂવાર 29 ઓગસ્ટે 765.15 રૂપિયા પર બંધ થયા છે. 

ટાટા મોટર્સ DVR ના શેરનું ટ્રેડિંગ થયું બંધ, દર 10 શેર પર મળશે ટાટા મોટર્સના 7 શેર

નવી દિલ્હીઃ ટાટા મોટર્સ ડીવીઆરના શેરનું ટ્રેડિંગ સ્ટોક એક્સચેન્જોમાં બંધ થઈ ગયું છે. ટાટા મોટર્સે મંગળવારે જાહેરાત કરી હતી કે તેના ડિફરેન્શિયલ વોટિંગ રાઇટ્સ (DVR) શેરનું ટ્રેડિંગ બંધ થશે. કંપનીએ ડીવીઆર શેરને ઓર્ડિનરી શેરમાં કન્વર્ટ કરી રહી છે. કંપનીએ ડીવીઆર શેરને કેન્સલ કરવા અને તેને ઓર્ડિનરી શેરથી રિપ્લેસ કરવાની યોજના બનાવી છે. ટાટા મોટર્સ ડીવીઆર શેર 2008થી લિસ્ટેડ છે.

દર 10 ડીવીઆર શેર પર ઈન્વેસ્ટરોને મળશે 7 ઓર્ડિનરી શેર
દર 10 ટાટા મોટર્સ ડીવીઆર શેર પર ઈન્વેસ્ટરોને ટાટા મોટર્સના 7 ઓર્ડિનરી શેર મળશે. કંપનીએ પહેલા આ શેર સ્વેપ માટે 1 સપ્ટેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. આ વાત ઇકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. ટાટા મોટર્સે માહિતી આપી હતી કે કંપનીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેચ પાસેથી મંજૂરી મળી ગઈ છે. ઓર્ડિનરી શેર (સામાન્ય શેર) ના મુકાબલે ડીવીઆર શેર ઓછા વોટિંગ રાઇટ્સ ઓફર કરતા હતા. ઓર્ડિનરી શેરના મુકાબલે ડીવીઆર શેર સામાન્ય રીતે હાયર ડિવિડેન્ડ ઓફર કરતા હતા. 

ટાટા મોટર્સ ડીવીઆર શેરમાં 2 વર્ષમાં 223 ટકાની તેજી
ટાટા મોટર્સ ડીવીઆર (Tata Motors DVR)ના શેર ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 2.5 ટકાની તેજીની સાથે 765.15 રૂપિયા પર બંધ થયા છે. ટાટા મોટર્સ ડીવીઆર શેરમાં છેલ્લા 2 વર્ષમાં 223 ટકાની તેજી જોવા મળી છે. તો છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સ ડીવીઆરના સ્ટોકમાં 85 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સ ડીવીઆર શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 804.60 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 396.75 રૂપિયા છે. ટાટા મોટર્સ ડીવીઆરના શેર બુધવારે 746.30 રૂપિયા પર બંધ થયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news