Narendra Modi Fight For Narmada ચિંતન ભોગયતા/અમદાવાદ : 7 દાયકાનો સમય...આ સમય રહ્યો સંઘર્ષનો, લડાઈનો, સમર્પણનો... જંગ હતો, જીદ હતી અને હતો અટલ વિશ્વાસ. વિશ્વાસ નર્મદાને ગુજરાતમાં લાવવાનો, પરિશ્રમ ગુજરાતની ભૂમિ પર નર્મદાના પવિત્ર જળાભિષેકનો. એ સમયની વાત છેમાં આજે આપણે વાત કરીશું નર્મદાને ગુજરાતમાં લાવવા માટે નેતાઓ, સામાજીક આગેવાનો અને લોકોએ લડેલી લડાઈની. સાથે જ જોઈશું કે કોણે મા નર્મદાના વહેણને રોકી ગુજરાતના લોકોને તરસ્યા મારવાનો કર્યો હતો કુસંકલ્પ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સરોવર ડેમ...વલ્લભભાઈ પટેલના નામ પરનો આ બંધ એ વાતની સાક્ષી પુરે છે કે નર્મદા માટેની કલ્પના સૌથી પહેલા સરદાર સાહેબે જ કરી હતી અને ત્યારપછી જવાહરલાલ નહેરૂથી માંડી નરેન્દ્ર મોદી સુધી સૌકોઈનું યોગદાન રહ્યું છે. 


વર્ષ હતું 1946... નર્મદા યોજનાનો સર્વે કરવામાં આવ્યો... તારીખ 5 એપ્રીલ 1961. આ દિવસ હતો જ્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ કેવડિયા ખાતે નર્મદા નદી ઉપર ડેમનું ખાતમૂહુર્ત કર્યું હતું. જવાહરલાલ નહેરુ માનતા હતા કે 'ડૅમો અને કારખાના આધુનિક ભારતના મંદિર છે.' પણ શિલાન્યાસ પછી 18 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આમ સહમતી ન સધાતા ડેમનું કામ અટકી પડ્યું. 


આ પણ વાંચો : 


જગતગુરુ રામભદ્રાચાર્યએ PM નરેન્દ્ર મોદી માટે કરી મોટી ભવિષ્યવાણી, 2024 માં...


વર્ષ આવ્યું 1988 નું... 1210 મીટર લાંબા અને પાયાથી 163 મીટર ઉંચા કોંક્રીટ ગ્રેવીટી ડેમનું બાંધકામ શરૂ થયું. પણ ડેમ માંડ 80.03 મીટરે પહોંચ્યો ત્યાં જ ગુજરાત વિરોધીઓએ ઝંડા ઉપાડ્યા અને વિકાસના આ હવનમાં હાડકા નાખવાનું શરૂ કર્યું. 


વર્ષ આવ્યું 1994... નર્મદા બચાવો આંદોલન શરૂ થયું... એના પ્રણેતા હતા મેધા પાટકર... બાબા આમ્ટે અને અરૂંધતી રોય જેવા લોકોએ પુનર્વસન અને પર્યાવરણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી. 1995માં સ્ટે ઓર્ડરના કારણે કામ ચાર-ચાર વર્ષ સુધી બંધ રહ્યું. અને લાખો કરોડો લોકોએ દાયકાઓથી જોયેલું સપનું વળી પાછું ઠેલાયું. 


જ્યારે અમરસિંહ સોલંકીએ પુનર્વસન પૉલિસી રજૂ કરીને બંધનું કામ આગળ વધારવાનું કહ્યું એટલે તુરંત જ મેધા પાટકરનું ‘નર્મદા બચાવો આંદોલન’ શરૂ થયું. આ મામલે છેક વિશ્વબૅન્ક સુધી ઘા નાખવામાં આવી. વિશ્વબૅન્કે 'મૉર્સ કમિશન' રચ્યું જેને જવાબ આપવાનું કામ ચીમનભાઈ પટેલે કર્યું. એ ચીમનભાઈ જ હતા જેમણે નર્મદા મુદ્દે મેધા પાટકર સામે ટક્કર લેવાનું કામ કર્યું હતું. 



90ના દાયકામાં નર્મદા બચાવો આંદોલન હેઠળ મેધા પાટકરે નર્મદા નદીમાં જળસમર્પણની ચીમકી ઉચ્ચારી હતી. મેધાની ચીમકી કેન્દ્ર સરકારને ઝુકાવી સમાધાન માટે વાતચીતના ટેબલ પર લાવવાની હતી. પણ ચીમનભાઈ પટેલે એ મામલાને અત્યંત ચતુરાઈપૂર્વક ઉકેલ્યો હતો. જ્યાં જળસમર્પણની ચીમકી આપી હતી તે મણીબેલીનો માર્ગ બંધ કરી દેવાયો હતો અને સમય રહેતા તેમની અટકાયત કરી લેવાઈ હતી. 


દાયકાઓથી વિરોધાભાસી વિચારસરણી ધરાવતા બે પાટીદાર નેતાને જોડતી એક કડી હતી, નર્મદા ડૅમ. અને આ બે નેતા એટલે ચીમનભાઈ પટેલ અને બાબુભાઈ જસભાઈ પટેલ...બાબુભાઈ શરૂઆતથી જ નર્મદા ડેમ બને તેના હિમાયતી હતા, અને ચીમનભાઈ માટે પણ આ 'ખાસ પ્રોજેક્ટ' હતો. ચીમનભાઈએ નર્મદા ડૅમનું ખાતું બાબુભાઈને સોંપ્યું, જે અગાઉ કેશુભાઈ પાસે હતું. અગાઉ મુખ્ય મંત્રી તરીકે રહ્યાં હોવા છતાં માત્ર નર્મદા ડૅમ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે તેમણે મંત્રીપદ સ્વીકાર્યું. 


21મી સદીનો સુરજ નર્મદા યોજના માટે નવો સુરજ લઈને આવ્યો. સરદારના સ્વપને પુરૂં કરવાનો સંકલ્પ કર્યો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ. નરેન્દ્ર મોદીએ વાયુવેગે નિર્ણયો લેવાના શરૂ કર્યા. ટૂંકા સમયમાં જલ્દી કામ પુરૂં કરવા નરેન્દ્ર મોદીએ સરેરાશ વાર્ષીક નાણાકીય જોગવાઈ ચાર ગણી કરી દીધી. પુનર્વસન અને પર્યાવરણને લગતી તમામ પૂર્વ શરતો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેની કાળજી લેવાઈ. ભાગીદાર રાજ્યોનો સહકાર મેળવ્યો. 


આ પણ વાંચો : 


અમદાવાદના સિંઘુ ભવન રોડ પરના કેફેમાં બેસવાની આદત હોય તો ખાસ જાણી લો આ માહિતી


ડ્રાઈવરને ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક, વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ ફેરવી બચાવ્યો બધાનો જી


જુલાઈ 2002માં બંધની ઉંચાઈ પહોંચી 95 મીટર, જુલાઈ 2003માં 100 મીટર અને 30 જૂન 2004ના રોજ 110.64 મીટર. 


8 માર્ચ 2006ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમની ઉંચાઈ 121.92 મીટર સુધી વધારવાની મંજૂરી આપી દીધી. કામ શરૂ થયું. પણ 17 માર્ચ 2006 નર્મદાના વિરોધીઓએ યોજનાને રોકવાના આંદોલનો શરૂ કરી દીધા. વિવાદ થતા રીવ્યૂ કમીટીની બેઠક બોલાવાઈ. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉંચાઈ વધારવાની તરફેણમાં હતા તો કેન્દ્રીય જળસંસાધન મંત્રી સૈફુદીન સૌઝ, અન્ય કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરોધમાં હતા. ત્રણ વિરૂદ્ધ ત્રણે ટાઈ પડતા રિવ્યૂ કમિટિમાં અધ્યક્ષ તરીકે સૈફુદ્દીન સૌઝે ગુજરાત વિરોધી માનસિકતા સાથે નર્મદા ડેમનું બાંધકામ ફરી રોકવા પ્રયાસ કર્યો. 


16 એપ્રીલ 2006ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઉપવાસ શરૂ કર્યા. એમના આ ઉપવાસના કારણે કેન્દ્ર સરકારે વાત સાંભળવી પડી અને આખરે ડિસેમ્બર 2006માં ડેમને 121.92 મીટરની ઉંચાઈએ પહોંચાડવાની મંજૂરી આપવી પડી. 


2006થી 2014 સુધીમાં કેનાલોના નેટવર્કથી લઈ ગુજરાતના ગામેગામ નર્મદાના નીર પહોંચાડવા માટેના કામ થયા. વર્ષ 2014 નરેન્દ્ર મોદી બન્યા દેશના પ્રધાનમંત્રી. PM બન્યાના 17માં દિવસે જ બંધને પૂર્ણ ઉંચાઈ સુધી લઈ જવાની તથા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી મળી. 


આ પણ વાંચો : 


મમ્મી કેમ નથી જોઈ શક્તી દીકરાના લગ્ન, આ રિવાજનો કોઈ ધાર્મિક હેતુ નથી