અમદાવાદના સિંઘુ ભવન રોડ પરના કેફેમાં બેસવાની આદત હોય તો ખાસ જાણી લો આ માહિતી
Ahmedabad Poliec : તોફાની તત્વોનો અડ્ડો બનેલા અમદાવાદના સિંઘુ ભવન રોડ પર હવે અમદાવાદ પોલીસ એક્શનમાં, વેપારીઓ સાથે કરી બેઠક
Trending Photos
Ahmedabad Sindhu Bhavan Road : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. લૂંટ, ચોરી જેવા બનાવો બાદમાં હવે સામાજિક જ તત્વોનો આતંક જોવા મળ્યો છે. એસપી રીંગ રોડ પર આવેલ બાપના બગીચા કાફેમાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને પણ ઝડપી લીધા છે. પરંતુ પોલીસના ધ્યાન આવ્યું કે, સિંઘુ ભવન રોડ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે. ત્યારે આ મામલે હવે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદના સિંધુભવન રોડને લઈને પોલીસ ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. અહીં દારૂ-ડ્રગ્સ અને સ્ટંટ કરતાં નબીરાઓ પકડાશે. આ માટે અમદાવાદ પોલીસે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી છે.
શહેરના એસપી રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હવે મોડે મોડે પણ અમદાવાદ પોલીસ જાગી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પોલીસે વેપારીઓની મદદ લેવાનું નક્કી કર્યું છે. આ માટે પોલીસે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી, અને તેઓને સૂચના આપી.
આ પણ વાંચો :
ઝોન-7ના ડીસીપી બીયુ જાડેજાએ જણાવ્યું કે, અમદાવાદમાં કાફે બહાર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પોલીસ એક્શનમાં એન્કર : અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન રોડ પર આવેલ કાફે માં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે આગમચેતીના ભાગ સ્વરૂપે પોલીસ દ્વારા કાફે સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કાફેના સંચાલકોને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા અને રોમિયોગીરી કરતા કોઈપણ નજર પડે તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત કાફેની બહાર કે કાફેમાં ડ્રગ્સ જેવા કોઈ પણ નશીલા દ્રવ્યોનું સેવન થતું હોય અથવા તો વેચાણ થતું હોય તો તેની પણ માહિતી પોલીસ સુધી પહોંચાડવા માટે જણાવવામાં આવ્યું છે. જે પણ કાફે સંચાલક આ માહિતી પોલીસને આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ પણ સમયાંતરે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ને રોકવા માટે ખાનગી ડ્રેસમાં પણ ચેકિંગ કરશે. પોલીસે તમામ કાફે સંચાલકોને કાફીમા સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ જાણ કરી છે
સિંધુભવન રોડ પર નશાના કારોબારમાં વધારો થઈ રહ્યો છે. સિંધુભવન રોડ પર પોશ વિસ્તારના યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની માહિતી પણ પોલીસને મળી છે. ત્યારે નશાનું દૂષણ ડામવા પોલીસે વેપારીઓની મદદ લીધી છે. આ માટે પોલીસે 150 જેટલા હોટેલ, કાફે માલિકો સાથે પોલીસે બેઠક કરી હતી.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે