મમ્મી કેમ નથી જોઈ શક્તી દીકરાના લગ્ન, આ રિવાજનો કોઈ ધાર્મિક હેતુ નથી
Marriage Rituals : દીકરાના લગ્ન દરેક માતા માટે ખાસ હોય છે. પરંતુ દીકરીના માતા જ દીકરાના લગ્ન જોઈ શક્તી નથી. સાત ફેરા લેતા સમયે દીકરાની માતાને લગ્નમંડપથી દૂર રહેવાનું હોય છે. તે સાત ફેરાની વિધિમાં સામેલ થઈ શક્તી નથી. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે
Trending Photos
Hindu Wedding Rituals : હિન્દુ ધર્મમાં અનેક રીતરિવાજો છે. દરેક પ્રસંગના રિવાજો અલગ છે. જેનુ પાલન લોકો કરતા રહે છે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છે લગ્નનું બંધન. આ દિવસ ખાસ હોય છે. હિન્દુ ધર્મના લગ્ન એટલે ઢગલાબંઘ રીતરિવાજ. કન્યાદાન, સાત ફેરા, ગૃહપ્રવેશ, ગણેશ પૂજા વગેરે કરાય છે. ત્યારે જ લગ્ન સંપન્ન ગણાય છે. આવામાં એક વિધિ એવી પણ છે કે દીકરાઓના લગ્ન તેની માતા જોઈ શક્તી નથી. પરંતુ તમે ક્યારેય એવુ વિચાર્યુ છે કે આવુ કેમ હોય છે. આ પ્રથા પાછળ શું કારણ હોય છે. ચાલો આજે અમને તમને જણાવીશું.
દીકરાના લગ્ન દરેક માતા માટે ખાસ હોય છે. પરંતુ દીકરીના માતા જ દીકરાના લગ્ન જોઈ શક્તી નથી. સાત ફેરા લેતા સમયે દીકરાની માતાને લગ્નમંડપથી દૂર રહેવાનું હોય છે. તે સાત ફેરાની વિધિમાં સામેલ થઈ શક્તી નથી. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. ત્યારે જાણી લો કે, મુગઘ કાળમાં આ પ્રથાની શરૂઆત થઈ હતી.
કેવી રીતે શરૂ થઈ આ પરંપરા
પહેલાના સમયમાં માતા તેની દીકરાના લગ્નમાં સામેલ થતી હતી. પંરતુ જ્યારથી ભારતમાં મુગલોનું આગમન થયું, તેના બાદથી રિવાજ બદલાયો અને માતા તેના દીકરાના ફેરા જોઈ શક્તી નથી. મુગલ શાસનમાં જ્યારે મહિલાઓ જ્યારે બારાતમા જતી, તો પાછળથી ઘરમાં ચોરી વગેરે થતી. તેથી મહિલાઓ ઘર પર રહીને રખેવાળી કરવાનું શરૂ કર્યુ. આ સાથે જ મહિલાઓ દિવસરાત લગ્ન ઘર હોવાથી અન્ય મહિલાઓ સાથે મળીને મનોરંજન માટે ગીતો ગાતી હતી.
આ પણ વાંચો :
દ્વારિકાના નાથ માટે જરદોશી વર્કના ખાસ વાઘા, સુરતના છાપગર પરિવારે 12 દિવસમાં બનાવ્યા
વિજાપુર APMC ચૂંટણીમાં ભાજપની પેનલની હાર, કિસાન પેનલે 9 બેઠકો જીતી
ગૃહપ્રવેશ પણ એક કારણ
લગ્ન સંપન્ન થયા બાદ જ્યારે દુલ્હન પોતાના સાસરીએ પહોંચી જાય છે, ત્યારે ગૃહપ્રવેશ કરવામા આવે છે. આ દરમિયાન દુલ્હનની પૂજા કરવામા આવે છે, કળશમાં દ્વાર પર ચોખા રાખવામા આવે છે. આ કળશને દુલ્હન પગ લગાવીને નીચે પાડે છે. આ બાદ દુલ્હનના હાથ પર હળદી કે અલતા લગાવવામાં આવે છે. જેના બાદ દીવાલ પર તેના હાથની થાપ લગાવવામાં આવે છે. આ રિવાજને ગૃહપ્રવેશ કહેવામા આવે છે. આ રીવાજ કરવા માટે માતા ઘરમાં જ રોકાઈ જાય છે.
પહેલા દિવસે થતા લગ્ન
કહેવાય છે કે, હિન્દુ ધર્મમાં પહેલા દિવસના સમયમા લગ્ન થતા હતા. ઉદાહરણ તરીકે માતા સીતા અને શ્રીરામના લગન દિવસ દરમિયાન થયા હતા. પંરતુ મુગલોના આગમન બાદ રાતમાં લગ્નનું ચલન શરૂ થયું.
હાલ ક્યાં આવી પ્રથા છે
ભારતમા ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન વગેરે પ્રદેશોમાં મહિલાઓ પોતાના દીકરાના ફેરા જોઈ શક્તી નથી. જોકે, સમયની સાથે હવે આ વિચાર અને રિવાજમાં પણ બદલાવ આવ્યો છે. આજકાલ માતા પોતાના દીકરાના લગ્નમા હાજરી આપે છે.
આ પણ વાંચો : ડ્રાઈવરને ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક, વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ ફેરવી બચાવ્યો બધાનો જી
More Stories