કચ્છ-સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા, તહેવાર ટાણે લોકોમાં ફફડાટનો માહોલ
નવા વર્ષની શરૂઆત સૌરાષ્ટ્ર- કચ્છમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, ખાસ કરીને ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
રાજકોટ : રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ભૂકંપવા હળવા આંચકાઓ અનુભવાયા છે. ગઇ કાલે 2.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ આજે બીજા દિવસે પણ ભૂકંપવા હળવા આંચકાઓ અનુભવાયા હતા. કોટડાસાંગણીના હડમતાળા અને અરડોઇ ગામમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત જામનગરમાં 2.6, ભચાઉમાં 2.4, મહુવામાં 3.8 અને ગોંડલમાં 2.5ની તિવ્રતાના ભૂકંપવા આંચકા અનુભવાયા હતા.
દિવાળીની રજાઓમાં હાઉસફુલ રહ્યું કાંકરિયા, લાખોની કમાણીથી AMCનું ખિસ્સું ભરાયું
કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું...થી મ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોડલ-કોટડા સાંગાણી પંથકમાં આજે 6.48 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાનાં હડમતાળા, પાટીયાળી સહિતનાં ગામોમાં ભુકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તાપી જિલ્લામાં પણ ભુકંપના આંચકાઓ અનુભાયા હતા. સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ 2.0ની તિવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. નવસારીથી 40 કિલોમીટર દુર મહુવારિયા ભૂકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું હતું.