હિતલ પારેખ, ગાંધીનગર: શિક્ષિત બેરોજગારોની અટકી પડેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સીધી રીતે કોઇ નર્ણય લેવાયો નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર ખાતે આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યો સરકાર સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપવા માટે પહોંચ્યા હતા.


આ પણ વાંચો:- સુરતમાં વધતા કોરોનાના કેસને લઇ AMC એલર્ટ, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ


મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સાથે બપોરે 3 વાગે સ્વર્ણિમ સંકુલ ખાત બેઠક યોજાઇ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સીધી રીતે કોઇ નર્ણય લેવાયો નથી. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ છે. બેઠક હકારાત્મક રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિના સંભ્યોની વાત સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ફરી એકવાર બેઠક બોલવાવામાં આવી શકે છે.


આ બેઠક પૂર્ણ થયા બાદ રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જે ભરતીઓ પેન્ડિંગ છે તેને વન ઝડપથી શરૂ થયા અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટમાં વિગતો મેળવીને મુખ્યમંત્રી સમક્ષ વાતચીત કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે એ લોકોને તાત્કાલિક ઓર્ડર આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.


આ પણ વાંચો:- જામનગર : પૂરના ધમસમતા પ્રવાહમાં તણાયેલી બાળકીનો મૃતદેહ ચાર દિવસ બાદ મળ્યો


વધુમાં રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જાહેરાત કરવામાં આવી હતી તેને સાત મહિના જેવો સમય થઇ ગયો છે. ચેને સત્વરે નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કોઇ મર્યાદાને લઇને પણ રજૂઆત કરવામાં આવી છે. 2018ના પરિપત્રને લઇને કોઇ વાતચીત કે ચર્ચા કરવામાં આવી નથી. થોડા દિવસમાં રાજ્ય સરકાર નિર્ણય લેશે અને ત્યારબાદ બીજી બેઠક કરવામાં આવશે.



ત્યારે આ મામલે દિનેશ બામણીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને ફરી બેઠક બોલાવવામાં આવશે. આજે બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. અમારી પાસે મંત્રીઓએ સમય માગ્યો છે. આવતા સપ્તાહ સુધીમાં બીજી બેઠક મળે તેવી સંભાવના છે. જો કોઇ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. એક અઠવાડિયાનો સમય અમે સરકારને આપ્યો છે.


આ પણ વાંચો:- સુરત : કોવિડ હોસ્પિટલમાં એક્ઝિ. એન્જિનિયર પાંચમા માળેથી નીચે પટકાયા, મોત થયું


યુવરાજસિંહ જાડેજાએ આ બેઠક પૂર્ણ થયા બાદ મીડિયાને જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષાની તારીખ સરકાર કરે તેવી માંગણી કરવામાં આી છે. સરકાર તાત્કાલીક નિર્ણય જાહેર કરે તેવું પણ જણાવવામાં આવ્યું છે. નિમણુંક પંત્ર આપવાના બાકી છે તેમાં કોઇ મુશ્કેલી નથી તો એવાને નિમણૂંક પંત્ર તાત્કાલિક આપવામાં એવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ત્યારે બિન સચિવાલય પરીક્ષાની તારીખ પણ માગી છે.


ઉલ્લેખનીય છે કે, સરકાર સાથે બેઠક પહેલા કમિટીની મળી હતી. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ બેઠક પહેલા મીડિયા સામે કહ્યું કે, બેઠકમાં છ લોકો હાજરી આપશે. આજરોજ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના 6 લોકો સરકાર સાથે બેઠક કરશે. સરકારી ભરતી અંગે ઝડપથી નિરાકરણ આવશે તેવી આશા છે. વિદ્યાર્થીઓની માંગણી છે તે બાબતે બેઠક કરશે. અમને આશા છે કે સરકાર માંગણી સ્વીકારશે. સરકાર સાથે ચર્ચા બાદ આગળની રણનીતિ જાહેર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube