સુરતમાં વધતા કોરોનાના કેસને લઇ AMC એલર્ટ, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

સુરતમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઇ અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોના ફરી ના ફેલાય તે માટે AMC દ્વારા સુરતથી અમદાવાદ આવતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એએમસી દ્વારા અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 
સુરતમાં વધતા કોરોનાના કેસને લઇ AMC એલર્ટ, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

ઉદય રંજન, અમદાવાદ: સુરતમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઇ અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોના ફરી ના ફેલાય તે માટે AMC દ્વારા સુરતથી અમદાવાદ આવતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એએમસી દ્વારા અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 

સુરતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર AMC દ્વારા શુક્રવારથી ચેક પોસ્ટ બનાવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર AMC દ્વારા સ્થળ પર જ સુરતથી આવતા તમામ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે સવારેથી બપોર સુધીમાં 375 ટેસ્ટ કર્યા હતા. જેમાં 18 કેસ પોઝિટિવ આવ્યા હતા.

ત્યારે આ પોઝિટિવ લોકોને અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. સુરત જતા પાછા જતા લોકોને સુરત કોર્પોરેશન દ્વારા કોરોન્ટાઇન કરવામાં આવશે અથવા દાખલ કરવાની વ્યવ્થા કરવામાં આવશે. શહેરના એન્ટ્રી કરવાની સાથે જ પોલીસ અને હેલ્થની ટીમો દ્વારા રેપીડ ટેસ્ટથી ચેકિંગ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ફરી કોરોના ના ફેલાય તે માટે AMC દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ હવે દક્ષિણ ગુજરાત કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે. માત્ર સુરત જ નહિ નવસારી અને વલસાડમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 28 કેસો સામે આવ્યા છે. તો નવસારીમાં પણ 26 કેસ વધ્યા છે. નવસારીમાં ગત મોડી રાતે કોરોનાના વધુ 9 કેસો સામે આવ્યા છે. તો આ સાથે ગુરૂવારે નવસારીમાં કુલ 26 કોરોના પોઝિટીવ કેસ વધ્યા છે.

નવસારીમાં કોરોનાના વધતા કેસોમાં સુરતથી સંક્રમિતોની સંખ્યા વધુ છે. કોરોના નવસારીમાં સ્થાનિક સ્તરે વકરે એવી ભિતી તંત્રમાં ફેલાઈ રહી છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 220 એ પહોંચી છે. કુલ 102 રિકવર, 7 મોત અને 111 એકટીવ કેસ હાલ જિલ્લામાં છે. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં નવા 28 કોરોના કેસો પોઝિટિવ આવ્યા છે.

વલસાડ-6, પારડી-3, વાપી-16, ઉમરગામ-1, ધરમપુર-1, કપરાડા-1 કેસ આવ્યા છે. આજદિન સુધીમાં કુલ 317 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી હાલ 193 દર્દીઓ સારવાર હેઠળ છે અને 108 દર્દીઓને રજા અપાઈ છે. જિલ્લામાં વધી રહેલ કોરોના આંકડાને લઈને વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ચિંતામાં મૂકાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news