ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હાલમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. 28મીએ ગમેશ વિસર્જન થશે. આ દિવસે ઇદ-એ-મિલાદનો તહેવાર પણ હોવાથી અમદાવાદમાં મોટા નિર્ણયો લેવાયા છે અને આ બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવો પોલીસના સહયોગથી નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે આવેલા પૂર મુદ્દે મોટો ખુલાસા, જાણો કેમ છોડાયું


ઇદે મિલાદુન્નબીનુ ઝુલુસ 29 સપ્ટેમ્બરને શુક્રવારે યોજાશે. જ્યારે ઇદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણી 28 સપ્ટેમ્બરને ગુરુવારે થશે. ગુરુવારે ગણેશ વિસર્જન અને ઝુલુસ સાથે હોવાથી ઝુલુસ 29 તારીખે કાઢવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવેલી બેઠકમાં ઇદે મિલાદુન્નબી સેન્ટ્રલ સમિતિએ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર, હૈદરાબાદ, સુરત, વડોદરામાં અને આણંદમાં 29 તારીખે જુલુસ યોજાવાનું છે. જે જાણ અમદાવાદ પોલીસ કમીશનરે ઇદે મિલાદુન્નબી સેન્ટ્રલ સમિતિને કરતાં સમિતિએ સંમતી આપી છે.


ભક્તો માટે મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ; 40 લાખ બોક્સ બનાવાશે, આ રીતે બને છે પ્રસાદ


આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ ઇદ-એ-મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી ટ્રસ્ટ રજી.નં- બી-૮૪ ના ચેરમેન તસનીમાઆલમ બાવા સાહબ તીરમીઝી, ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય, જમાલપુર ખાડીયા, ગ્યાસુદીન શેખ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દરિયાપુર, તથા કમિટી ના ૪ સભ્યો આગામી તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ ઇદ-એ-મિલાદ તેમજ ગણપતિ વિસર્જન એક જ દિવસે આવતા હોય અને આ કમિટી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે જુલુસ હેબતખાન ની મજીદ જમાલપુર દરવાજાથી નિકળી ખામાસા ચાર રસ્તા, ભદ્ર પ્લઝા ત્રણ દરવાજા કોલસા ગલી, પથ્થરકુવા, સીદી સૈયદની જાળી થઈ મીરજાપુર કુરેશી ચોક ખાતે આવી સભા સ્વરૂપે ફેરવાઇ જઈ પુર્ણ થાય છે. 


ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક


આ જુલુસમાં જનમેદની આશરે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ જેટલી ભેગી થાય છે અને જુલૂસ ગાયકવાડ હવેલી, કારજ તથા શાહપુર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે જે બાબતે પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓને જુલુસની પરમિશન માટે રજુઆત કરતા ચાલુ સાલે આજ દિવસે ગણપતિ વિસર્જન પણ હોય અને જુલૂસના રૂટ તેમજ ગણપતિ વિસર્જનના શોભાયાત્રાના રૂટ ભેગા થતો હોય, જેથી આ વખતે કોઇ અસામાજીક તત્વો દ્વારા બન્ને ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો ન થાય અને બન્ને તહેવારો શાંતિપુર્ણ રીતે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ કમિશ્નર દ્વારા ઉપસ્થિત કમિટીના ચેરમેન તથા અન્ય સભ્યોને સમજ કરવામાં આવેલી હતી કે સંપૂર્ણ મહારાષ્ટ્ર રાજ્ય, હેદરાબાદ, દિલ્હી, ગુજરાત રાજ્યના સુરત, વડોદરામાં તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ ફક્ત ઇદ-એ-મિલાદુન્નબીનો તહેવાર ઉજવવાના છે પરંતુ જુલૂસ તા.૨૯/૦૯/૨૦૧૩ ના રોજ કાઢવાનો નિર્ણય લેવામાં આવેલ છે.


ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે


જેથી ઇદ-એ-મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટી દ્વારા પોતાના કાઢવામાં આવનાર જુલુસ માટે પણ સહમતિ દર્શાવી તેઓ તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ ફક્ત ઇદ-એ-મિલાદુન્નબીનો તહેવાર ઉજવશે અને જુલુસ તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ બપોરની નમાજ પછી કાઢશે.