ઝી ન્યૂઝ/દાહોદ: ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહી છે. અને તેની શરૂઆત આદિવાસી વિસ્તાર એટલે દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે 11 વાગે રાહુલ ગાંધી હેલિપેડથી દાહોદ સભા સ્થળે જશે. રાહુલ ગાંધીની હાજરીમાં દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 


શિક્ષણ જગતમાં ફફડાટ: આ કેસમાં તો આખું ગુજરાત ખળખળાટ હસ્યું, પણ જો આવી ભૂલ ફરી કરશો તો કોઈ નહીં બક્ષે!


આદિવાસીઓના અધિકાર અંગે કોંગ્રેસ વાત કરશે. નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં કોંગ્રેસ આદિવાસી સત્યાગ્રહ કરશે. રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે. એટલું જ નહીં. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે.


જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસ સદાય આદિવાસી સાથે રહી છે. સમગ્ર ટ્રાઇબલ આદિવાસી વિસ્તારમાં જુદા જુદા પ્રશ્નો માટે કોંગ્રેસ સત્યાગ્રહ કરશે. જેનું લોન્ચિંગ આવતીકાલે રાહુલ ગાંધી કરશે. 10 હજાર આદિવાસી પરિવારોને અમે મળવા જઈશું. સવારે 11 વાગે રાહુલ ગાંધી હેલિપેડથી સભા સ્થળે આવશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા આગેવાનો અને પ્રજાને સંબોધન કરશે. ત્યારબાદ રાહુલ ગાંધી ધારાસભ્ય સાથે મિટિંગ કરશે. આ સત્યાગ્રહ 6 મહિના ચાલશે. જેનું આયોજન કેવી રીતે કરવું અને સફળ કેવી રીતે બનાવવું તેનું માર્ગદર્શન રાહુલ ગાંધી આપશે.


અમદાવાદમાં વોટર પોલિસી માટે AMCનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું હતો વર્ષોથી વિવાદ?


અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ રેલી થકી કોંગ્રેસ ચૂંટણીમાં આદિવાસી મતો અંકે કરવા પ્રયત્નો શરૂ કરી દેશે. રાહુલ ગાંધીના પ્રવાસ બાદ આગામી સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસમાં વધારો થશે તેવી અટકળો પણ વહેતી થવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube