પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જુલાઈ મહિનામાં 7 બાળકી સહિત 12 લોકોના ઝાડ-ઉલટી, મલેરિયા થી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં ઝાડા,ઉલટી,મલેરિયાના 329 થી વધુ કેસો નોંધાય છે. ગત વર્ષ જુલાઈ મહિનામાં ઝાડા, ઉલટી, મલેરિયાના 100 જેટલા કેસ નોંધાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ઉધના ઝોન-એ, ઝોન બી સૌથી વધુ ઝાડા, ઉલટી, મલેરિયાના કેસો નોંધાયા છે. પાંડેસરા વિસ્તારમાં જાડા ઉલટી બાદ બે વર્ષના બાળક થયા હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. 


અમદાવાદમા તથ્ય પટેલ જેવો બીજો અકસ્માત ! વધુ એક નબીરાએ BMW થી અકસ્માત સર્જ્યો


સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે પાણીજન્ય રોગોમક દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઝાડા-ઉલટીને, ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં શહેરમાં સતત વધારો નોંધાયો છે. અને સાથે જ મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો ઉધના ઝોન-એ અને ઉધના ઝોન-બી માં મલેરિયા,ઝાડા-ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ જુલાઈ મહિનામાં 100 જેટલા ઝાડા-ઉલટી ડેન્ગ્યુ,મલેરિયાના કેસો નોંધાયા હતા. ત્યારે આ વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા 15 દિવસમાં 329 થી વધુ કેસો વધવાની સાથે મોતના આંકડામાં પણ વધારો નોંધાયો છે.જુલાઈ મહિનામાં 7 બાળકો સહિત 12 લોકોના જાડા- ઉલટી ડેન્ગો,મલેરિયાથી મોતી નીપજ્યા છે. મહાનગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે. 


ઊંચે ઉડવા માટે તૈયાર ગુજરાત, હીરાસર એરપોર્ટને આજે ખુલ્લુ મૂકશે પીએમ મોદી


સુરત ના 8 ઝોનમાં જુલાઈ મહિનામાં રોગચાળાના આંકડા


  • કમળો 8

  • ગેસ્ટ્રો 203

  • ટાઇફોઇડ 38

  • મેલેરિયા 71

  • ડેન્ગ્યુ 9


PM મોદીને ત્રણ-ત્રણ પ્લેનની ભેટ અપાશે, જસદણના કારીગરોની મહેનત રંગ લાવી


આ તો પાલિકા આરોગ્ય વિભાગના આંકડા છે. ખાનગી હોસ્પિટલ અને ક્લિનીકોમાં સંખ્યા વધુ છે. શહેરના મોટાભાગના હોસ્પિટલો, કિલનીકો લોકોનો સારવાર માટે ઘસારો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગો કાબુમાં લેવા આરોગ્યની વિવિધ વિભાગની ટીમો કામે લાગી છે. ઉધના ઝોન સહિત શહેરના અલગ અલગ અલગ વિસ્તારમાં મહાનગરપાલિકા આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા લોહીના સેમ્પલ લેવાની કામગીરી હાથ છે. લોકોને ડેન્ગ્યુ મલેરિયાના વધતા કેશો વિશે જાગૃતતા લાવવામાં આવી હતી. સાથે જ મલેરિયાથી બચવા માટે પેમ્પલેટ,બેનરના માધ્યમોથી સમજ આપવામાં આવી રહી છે. તેમજ જો શરદી તાવ દેખાશે જણાવી આવે તો તાત્કાલિક નજીકના હેલ્ડ સેન્ટરમાં સંપર્ક કરવા ગણવામાં આવી રહ્યું છે. તેમજ દસથી વધુ મેડિકલ વાહન દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ગંભીર જણાવી આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવી રહ્યાં છે.


પાટીલ પાસે 8 કરોડ ખંડણી માંગનાર પકડાયો, ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમક