PM મોદીને ત્રણ-ત્રણ પ્લેનની ભેટ અપાશે, જસદણના કારીગરોની મહેનત રંગ લાવી

Hirasar Airport : રાજકોટ ઇમિટેશન એસોસિએશન દ્વારા હીરા જડિત કાર્ગો અને પેસેન્જર તેમજ જસદણનાં કારીગરો દ્વારા વડાપ્રધાનને અદ્ભૂત શણગારેલું પ્લેન અર્પણ કરવામાં આવશે.

1/7
image

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવનાર છે. ત્યારે રાજકોટમાં આવતા પ્રધાનમંત્રીને ત્રણ-ત્રણ પ્લેનની ભેંટ આપવામાં આવનાર છે. જેમાંરાજકોટ ઇમિટેશન એસોસિએશન દ્વારા હીરા જડિત કાર્ગો તેમજ પેસેન્જર પ્લેન તેમજ જસદણનાં કારીગરો દ્વારા પણ વડાપ્રધાનને અદ્ભૂત શણગાર કરેલું પ્લેન અર્પણ કરવામાં આવનાર છે. આ ત્રણેય પ્લેન બનાવવા માટે અનેક કારીગરોએ એકાદ સપ્તાહ કરતા વધુ સમય મહેનત કરી હતી. 

2/7
image

જસદણ પંથકના કારીગરોએ બનાવેલું પ્લેન વજનમાં ખૂબ હળવું અને સાઈઝમાં મોટું છે. જસદણની પ્રખ્યાત અટારીની કારીગરી આ વિમાનમાં કરવામાં આવી છે. જેના ઉપર ખૂબ સુંદર રીતે મઢવામાં આવ્યું છે. તેમાં ઓટોમોબાઇલ ઉદ્યોગને દર્શાવવા માટે તેના પૈડાં બેરિંગનાં બનાવવામાં આવ્યા છે. આ પ્લેનનું વજન માત્ર 4 કિલો આસપાસ છે.  આ વિમાન બનાવવા માટે 8 લોકોએ 500 કલાક મહેનત કરી છે. વિમાનને પોલીશ કરવામાં 8 લોકોએ 4 કલાક જેટલી મહેનત કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.   

3/7
image

ઇમિટેશન એસોસિએશનનાં કારોબારી મેમ્બર દેવરાજ ગઢીયાએ જણાવ્યું હતું કે, ઇમિટેશનનાં ઉદ્યોગકારો દ્વારા એક કાર્ગો અને એક પેસેન્જર એમ કુલ બે વિમાન તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર જુદા-જુદા પ્રકારના ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. અને તેને સરસ રીતે મઢી દેવામાં આવ્યા છે. 

4/7
image

આ બંને પ્લેનમાં તમામ કામ હેન્ડ વર્ક દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ ડાયમંડ અને ચિપ્સ લગાવમાં આવી છે. અને ખૂબ અદ્યતન રીતે બંને પ્લેન તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે 10-12 કારીગરોએ રાતદિવસ મહેનત કરી હતી. વડાપ્રધાન એરપોર્ટની ભેંટ આપવા આવતા હોવાથી તેમને પ્લેન આપવાનો વિચાર આવ્યો હતો 

5/7
image

6/7
image

7/7
image