અતુલ તિવારી, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સ્થિત પાલડી ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રમાં ભારતના દેશી રજવાડાઓના જુના ચલણી સિક્કાઓ તેમજ પ્રાચીન વસ્તુઓનું વિના મુલ્યે પ્રદર્શન (Exhibition) ખુલ્લું મુકવામાં આવ્યું છે. 15 ડિસેમ્બર સુધી આ અનોખું પ્રદર્શન શહેરીજનો નિહાળી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ઠંડુગાર, ઠંડીની સાથે વરસાદનો પણ પડી શકે છે ડબલ માર


આ પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે કેટલાક પુસ્તકો પણ મુકવામાં આવ્યા છે. મુલાકાતી જેટલી કિમતના પુસ્તક ખરીદે તેટલી જ કિંમતના દુર્લભ સિક્કા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. મુલાકાતી દુર્લભ સિક્કા ખરીદે તો તેટલી જ કિંમતના પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવી રહ્યા છે.


ગુજરાતની બળાત્કારની ઘટનાઓ વિશે CM વિજય રૂપાણીએ તોડ્યું મૌન, ખોંખારો ખાઈને કહ્યું કે....


આ પ્રદર્શનમાં કુલ 180 જેટલી ફ્રેમમાં 2000 થી વધુ ભારતના દુર્લભ માર્યકાલીન, ક્ષત્રકાલીન, ગુપ્તકાલીન, રાજપુતાના, સલ્તનત, મુઘ્લ, મરાઠા, દેશી રજવાડા, બ્રિટીશકાળના સિક્કાઓ ઉપરાંત અમદાવાદમાં છેલ્લા 600 વર્ષમાં ચાલેલા સિક્કાઓ, જુના તાળા, વજન, બટન, કાપડ પરના ચિત્રો, ટીકીટ, પોસ્ટકાર્ડ, પ્રાચીન ટેરાકોટાની વસ્તુઓ, તામ્રપત્ર, ગાંધીજી ઉપરના વિદેશી ટોકન, ચલણી સિક્કાઓ ઉપરના પુસ્તકો અને બીજી અનેક વસ્તુઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...