EXCLUSIVE પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ સકંજામાં, જાણો કેવી રીતે પોલીસે ઊંઘતો દબોચ્યો?
પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે
અમદાવાદ: પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી છે. યશપાલ ચિલોડાથી દિલ્હી ગયો હતો. તેણે દિલ્હીમાં પેપરલીક ગેંગ પાસેથી પેપરો મેળવ્યા હતા. આરોપી પણ લોકરક્ષક દળની પરીક્ષા આપવાનો હતો. સુરતમાં યશપાલની પરીક્ષાનું કેન્દ્ર હતું. કૌભાંડ બહાર આવ્યા બાદ યશપાલ ફરાર હતો. તે ATS, ક્રાઇમબ્રાંચ, ગાંધીનગર પોલીસની રડારમાં હતો. પોલીસે તેને ઉંઘમાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કૌભાંડમાં અન્ય મોટા નામે સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી યશપાલ ઝડપાયો, મહિસાગરના વીરપૂરથી પોલીસે કરી ધરપકડ
કેવી રીતે સકંજામાં આવ્યો આ માસ્ટરમાઈન્ડ
યશવાલની ધરપકડ અંગે ઝી 24 કલાક પાસે EXCLUSIVE માહિતી ઉપલબ્ધ થઈ છે. હાલ યશપાલની ધરપકડ ક રીને તેને અમદાવાદ પોલીસને સોંપી દેવાયો છે. તપાસમાં અનેક મહત્વની વાતો પણ બહાર આવશે. મળતી માહિતી મુજબ યશપાલ દિલ્હીથી બાય એર વડોદરા આવ્યો હતો. વડોદરાથી પરીક્ષા આપવા માટે તે સુરત બાયરોડ ગયો હતો. પેપર લીક થયાના અહેવાલો બહાર આવતા જ યશપાલ ખુબ ગભરાઈ ગયો હતો. સુરત છોડીને તે તાત્કાલિક વડોદરા પરત ફર્યો. વડોદરામાં તે પોતાના મિત્રો પાસે જ રહ્યો હતો. યશપાલ અલગ અલગ સ્થળોએ ત્યારબાદ તો છૂપાતો ફરતો હતો. એક બાજુ પેપરલીકનો મામલો ખુબ ગરમાયો અને યશપાલ પાસે હવે નાણા પણ ખૂટી ગયા હતાં. આખરે તેણે સંબંધીને સંપર્ક કરવો પડ્યો.
પેપરલીક કાંડ: પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર કરશે ન્યાયયાત્રા
આ બાજુ પોલીસની નજર યશપાલના સંબંધીઓ પર હતી. પોલીસે અગાઉથી જ યશપાલના સંબંધીઓ પર વોચ રાખી હતી. યશપાલ જેવો આવ્યો કે પોલીસના હાથે ઝડપાઈ ગયો. મળતી માહિતી મુજબ યશપાલ મોડી રાતે રસ્તા પર ચાલતો હતો ત્યારે તેના જ મિત્રએ પોલીસને તેના અંગે માહિતી આપી દીધી. યશપાલ વીરપુર લિંબડીયા રોડથી ઝડપાયો હતો. એવી પણ માહિતી મળી છે કે તેણે બે દિવસથી કશું ખાધુ નહતું. મહીસાગર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કર્યા બાદ અમદાવાદ પોલીસને જાણ કરાઈ હતી.