Surat News : Chandrayaan-3ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદી પર અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેણે જ આ ડિઝાઈન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે નહિ તે અંગે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે. ઈસરો સાથે તે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી ન હોઈ હવે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનરનું તેડું આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના મિતુલ ત્રિવેદીએ પોતે ISROનો કર્મચારી હોવાની વાત કરી હતી. તાજેતરમાં લોન્ચ થયેલ ચંદ્રયાન-3 ની ડિઝાઈનમાં તેઓ સહભાગી થયા હતા તેવુ તેમનું કહેવું છે. પરંતું હાલ મિતુલ ત્રિવેદી પાસે તેના કોઈ પણ પુરાવા નથી, ISROનો કર્મચારી હોવાના નથી કોઈ પુરાવા તેમની પાસે નથી. મિતુલ ત્રિવેદીએ પોતે ચંદ્રયાન 3 ની ડિઝાઈન કરી હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ માટે મિતુલ ત્રિવેદીને સુરત પોલીસ કમિશનરનું તેડુ આવ્યુ છે. આજે સાંજે 5 વાગે પોલીસ કમિશનર સમક્ષ તેમેન હાજર રહેવા જણાવ્યું છે. 


ચોમાસાનો ચોથો રાઉન્ડ તો ફેલ ગયો, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદના પાંચમા રાઉન્ડની આગાહી


તો બીજી તરફ મિતુલ ત્રિવેદીનો દાવો ખોટો છે તેવા વિવાદ અંગે ખુદ મિતુલ ત્રિવેદીએ જણાવ્યું કે, મને થોડો સમય આપો, હું બધુ શોર્ટ આઉટ કરવા પ્રયત્ન કરીશ. ડોક્યુમેંટ પહોંચતા કરીશ. હું ફેક હોઉ તો અહીયા ન હોત, તાળું મારીને ભાગી ગયો હોત. હું ડિઝાઈનિંગ સાથે જોડાયેલો છું. ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં પણ જોડાયેલો છું. હુ ફેક છું કે નહી એ લોકોને નિર્ણય કરવા દો. ડોક્યુમેન્ટના આધરે લોકોને નિર્ણય લેવા દો. 


ગુજરાતમાં ન્યાય સિસ્ટમમાં મોટો બદલાવ : પેન્ડિંગ અને જુના કેસ વિશે લેવાયો મોટો નિર્ણય


કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાત ટુરિઝમની એડમાં હવે નવા હીરોની એન્ટ્રી થશે