વરસાદ ખેંચાતા ગુજરાતનો તાત ચિંતીત! ઉભા પાકને બચાવવા ખેડૂતો ઉર્જામંત્રી પાસે કરી રહ્યા છે આ માંગ
વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ થઈ ચૂકી છે. ત્યારે ખેડૂત આગેવાન જયેશભાઇ પટેલ દ્વારા ઉર્જા મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ખેતીવાડીની વીજળીનાં કલાકોમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે.
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેથી ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રી પાસે વીજળી 10 કલાક આપવાની માગ સાથે ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા પત્ર લખીને માગ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમા મોટો હોબાળો! માથાભારે તત્વો દ્વારા તબીબો પર હુમલો
ઉર્જામંત્રી કનુ દેસાઈને લખવામાં આવેલ પત્રમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા શેરડી, ડાંગર અને શાકભાજીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. દસ કલાક વીજળી આપવામાં આવે તો પાકને પૂરતું પાણી મળી શકે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડીના નવા વાવેતરની શરૂઆત થઈ છે. ત્યારે આ માંગ સંતોષાય તેવી વાત કરવામાં આવી છે.
ફરી સુરતના વિસ્પી ખરાડીએ બનાવ્યો ગીનીસ રેકોર્ડ, 1 મિનિટમાં 24 સળિયા માથેથી વાળ્યા!
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા 1 લાખ એકરમાં શેરડીના પાકનું વાવેતર કરાય છે.દક્ષિણ ગુજરાતમાં 1.50 લાખ એકરમાં ડાંગરનો પાક તૈયાર કરવામાં આવે છે. ડાંગરના પાકને પાણીની વિશેષ જરૂરિયાત હોય છે. છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સોશિયલ મીડિયાથી દૂર રહેજો! આ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખનું ચિટિંગ, તો...
વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત ખરાબ થઈ ચૂકી છે. ત્યારે ખેડૂત આગેવાન જયેશભાઇ પટેલ દ્વારા ઉર્જા મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ખેતીવાડીની વીજળીનાં કલાકોમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખેંચાવા પામેલ છે. હાલમાં ખેડુતોએ ડાંગરનું અંદાજીત 1.20 લાખ એકરથી વધુ વિશેષ વાવેતર કરવામાં આવેલ છે. ડાંગરનાં પાકને પાણીની જરૂરીયાત વધુ હોય છે. બીજી તરફ શેરડીનું પણ 1.00 લાખ એકરથી પણ વધુ વાવેતર થવા જઈ રહ્યું છે. 40,000 એકરથી વધુ વાવેતર ટયુબવેલ પર આધારીત હોય છે તથા બાકી રહેલ શેરડીની રોપણી પણ ખેડુતો દ્વારા શરૂ કરવામાં આવેલ છે. વીજળીનાં 08.00 કલાકની જગ્યાએ વધારાનાં બીજા 02.00 કલાક ફાળવણી કરેલ 10.00 કલાક વીજળી આપવા માગ કરી છે.