સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્પી ખરાડીએ બનાવ્યો ગીનીસ રેકોર્ડ, 1 મિનિટમાં 24 સળિયા માથેથી વાળ્યા!

Surat News: સુરતના વિસ્પી ખરાડી જે સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. તેઓ ફિટનેસ ટ્રેનર પણ છે અને મિક્સ માર્શલઆર્ટ પણ કરે છે. વિસ્પી ખતરનાક સ્ટંટ કરવા માટે પણ જાણીતા છે. 

સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્પી ખરાડીએ બનાવ્યો ગીનીસ રેકોર્ડ, 1 મિનિટમાં 24 સળિયા માથેથી વાળ્યા!

ઝી બ્યુરો/સુરત: સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા વિસ્પીએ આ વર્ષે જ 6 રેકોર્ડ બનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતના વિસ્પી ખરાડી જે સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. તેઓ ફિટનેસ ટ્રેનર પણ છે અને મિક્સ માર્શલઆર્ટ પણ કરે છે. વિસ્પી ખતરનાક સ્ટંટ કરવા માટે પણ જાણીતા છે. તમને જણાવી દઈએ કે, વિસ્પી ખરાડીના નામે હાલ સુધીમાં 13 ગિનીઝ બુક ઓફ રેકોર્ડ નોધાયા છે. હાલમાં જ ઇટલીમાં એમણે માથાથી એક જ મિનિટમાં સૌથી વધારે લોખંડના સળિયા વાળવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

આ રેકોર્ડ વિશે વિસ્પી ખરાડીનું કેહવું હતું કે, ‘ખતરનાક સ્ટંટ કરીને રેકોર્ડ બનાવા માટે હું હંમેશા તૈયાર હોવ છું. આ વખતે પણ અમે અલગ અલગ થીમ સાથે ગયા હતા. જેમાંથી 12 એમએમના 1 મીટર લાંબા કોલ્ડ આર્યનના સળિયા 360 ડિગ્રી વાળવાના હતા. જે વધારે મજબૂત હોય છે. મે એક મિનિટમાં માથેથી 24 સળિયા વાળી આ ગિનિસ રેકોર્ડ મારા નામે કરી લીધો છે. હાલ હું ઘણા નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પણ મેહનત કરું છે. 

હું ભારત સરકારને આગ્રહ કરું છું કે ભારતના લોકોને ગીનીસ રેકોર્ડમાં નામ લખાવવા જેટલું પણ ખર્ચ થાય છે તે માટે લોકોને મદદ કરવી જોઇએ જેથી ભારતના લોકો રેકોર્ડ પોતાના નામે કરી દેશનું નામ રોશન કરી શકે છે. જેમાંથી 6 રેકોર્ડ તો મેં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છેલ્લા 1 વર્ષમાં જ બનાવ્યા છે. સાથે જ મેં એક જ દિવસમાં ત્રણ રેકોર્ડ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારા નામે કર્યા છે. આ બધા જ સ્ટંટ કરવા ફિઝીકલ સ્ટ્રેન્થની સાથે સાથે મેન્ટલ સ્ટ્રેન્થની પણ ખૂબ જરૂર પડે છે. તેથી માઇન્ડની સ્ટેબીલીટી જાણવવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news