સોશિયલ મીડિયાથી દૂર રહેજો! આ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખનું ચિટિંગ, તો ગુજરાતમાં કેટલું હશે?

ગીરસોમનાથ જિલ્લામાં 10 મહિનામાં રૂ. 63લાખનું ચિટિંગ થયું છે. જેમાં પોલીસે રૂપિયા 32 લાખ પરત અપાવ્યા હતા, ત્યારે આવી ઘટનાઓ થતી અટકાવવા માટે 300 લોકોની ટીમ થકી લોકોને જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો હતો.
 

સોશિયલ મીડિયાથી દૂર રહેજો! આ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખનું ચિટિંગ, તો ગુજરાતમાં કેટલું હશે?

ઝી બ્યુરો/ગીરસોમનાથ: સાઈબર ક્રાઈમ સામે લોક જાગૃતિ એ પ્રથમ સફળતા છે. પોલીસે ગીરસોમનાથ જિલ્લામા અનેક રીતે સોશિયલ મીડિયામાં છેતરાયેલા લોકોના નાણા પરત અપાવ્યા છે. પરંતુ સાવચેતી એ આ સમસ્યાનો ઉત્તમ ઉપાય છે. તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે. જિલ્લામાં 10 મહિનામા 63 લાખનું ચીટીંગ થયું હોવાનો ખુલાસો કર્યો છે. જેમાંથી પોલીસે 32 લાખ પરત અપાવ્યા છે.

સોશિયલ મીડિયાના યુગમાં લોકોની દિનચર્યા અને વ્યવહાર ખૂબ જ ઝડપથી અને સાનુકૂળ બનવા લાગ્યા છે. પરંતુ સાથે સાથે સમસ્યાઓ પણ સાયબર ક્રાઇમના લઈને વધી રહી છે. અનેક લોકોને અનેકવિધ પ્રલોભનોથી અથવા કોઈપણ સરકારી ખાનગી સંસ્થાઓના નામે ખોટા ફોન કરી અને ચીટીંગ કરનારાઓએ સોશિયલ મીડિયામાં લોકોને પરેશાન કરી દીધા છે. 

સોશિયલ મીડિયાના ફ્રોડ માધ્યમથી અનેક લોકોએ લાખો કરોડો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવે છે, ત્યારે પ્રવર્તમાન સમયને ધ્યાન રાખી ગીર સોમનાથ જિલ્લા પોલીસે પ્રથમ વખત સાયબર વોલંટીયરની એક અગત્યની સોમનાથ ખાતે મીટીંગ બોલાવેલી. જેમાં 300થી વધુ વોલંટીયર પોલીસ સાથે જોડાયા અને સાયબર ક્રાઇમનો સામનો કરવા તૈયાર થયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં નવનિયુક્ત એએસપી જીતેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર અનેક પ્રકારના લોકો હોય છે જેમાં કોઈપણ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે કોઈપણ કોમેન્ટ પર ભરોસો કરવો યોગ્ય નથી. આમ કોઈપણ અજાણ્યા લોકો પર ભરોસો કરવો જોખમી બની શકે છે. પરિચિત લોકો સાથે જ ચેટિંગ અને સોશિયલ વ્યવહાર એ જ ઉત્તમ વિકલ્પ છે અને છેતરાયેલા લોકો સાથે એએસપી એ મુક્ત મને વાતો કરી અને આવા બનાવવામાં જાગૃત કેમ રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા.એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ અને SOG ના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદ સિંહ જાડેજાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news