ઝી બ્યુરો/અરવલ્લી: કહેવાય છે ને કે શિક્ષકો કંઈ ધારે અને તે વસ્તુ પૂર્ણ ન થાય તેવું બની જ ન શકે. આવું જ એક ઉદાહરણ અરવલ્લી જિલ્લાના આક્રોલ ગામેથી સામે આવ્યું છે જ્યાં બે શિક્ષકબંધુઓ પોતાના કર્તવ્યની સાથે બાગાયતી ખેતીમાં ખારેકની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે આવું જોઈએ કેવી રીત થાય છે ખારેકની ખેતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂરના પ્રકોપમાં ગરકાવ અડધું ભારત! છતાં આ 9 રાજ્યો છે વરસાદ વિહોણા


અરવલ્લી જિલ્લાના આક્રોલ ગામના ખેડૂતો પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે શિક્ષક ભાઈઓએ ખારેકની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ધનસુરા તાલુકાના આકરૂન્દના બે શિક્ષક ભાઈઓએ પ્રાકૃતિક પદ્ધતિથી ખારેકના અંદાજિત 350 છોડની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે 15 લાખ ઉપરાંતની ખારેકના વેચાણનો અંદાજ છે. ખારેકની એક વાર ખેતી કર્યા પછી લાંબા સમય સુધી ખેડૂત સારી આવક મેળવે છે.


ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉત્સાહભેર ઉજવણી; ગુજરાતના પ્રમુખ મંદિરોમાં કેવો છે માહોલ?


અરવલ્લીના આ ખેડૂતો મનોજભાઈ અને ગોપાલભાઈ કેવી રીતના બાગાયતી ખેતીના માધ્યમથી વધુમાં વધુ કમાણી કરી શકાય તેનું ઉદાહરણ તરીકે ઉભરી આવ્યા છે. ખારેકની ખેતીમાં કેટલો ખર્ચ લાગતો હોય છે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી પડતી હોય છે અને કેવી રીતે તેનું ઉત્પાદન થાય છે એનો માર્કેટની અંદર શું સ્થિતિ છે? 


3 દિવસમાં 25 ઈંચ વરસાદ; ગુજરાતના ત્રણ જિલ્લામાં પુર જેવી સ્થિતિ! NDRFની ટીમો તૈનાત


આકરૂન્દના ખેડૂત મનોજભાઈ પટેલે જણાવ્યું કે, 5 વર્ષ પહેલાં ખારેકની ખેતી કરી છે. જેમને 12 વીઘા જેટલી જમીનમાં 350 જેટલા ખારેકના વાવેતર બાદ ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થયું. ખજેઓ અરવલ્લી અને આજુબાજુના જિલ્લામાં વેચાણ થાય છે અને સ્થળ ઉપર્રથી મોટાભાગે હોલસેલમાં ખારેક મોટી માત્રામા વેચાય જાય છે જેનો ભાવ 80 રૂપિયે કિલો પડે છે.


Post Office ની ગજબની આ સ્કીમ... 2 લાખ તો માત્ર વ્યાજના મળશે, કરવું પડશે આટલું રોકાણ


તેમણે વધુમાં જણાવ્યું કે, ખારેકનું કોઇ મોટું માર્કેટ નથી એટલે સ્થળ ઉપરથી અને આજુબાજુના વેપારીઓ ખરીદી કરી લઈ જાય છે. ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીક પહેરાવાય છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે.