સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં ભરાયા પાણી, વીડિયો વાયરલ
હોસ્પિટલમાં પાણી ભરાતા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના તંત્રએ આ અંગે કહ્યું કે, ટાંકી ઓવરફ્લો થતા પાર્કિંગમાં બનાવેલી હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.
સુરતઃ સુરત શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ આ હોસ્પિટલમાં પાણી ભરાવાનો એક વીડિયો વાયરલ થયો છે.
શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે સ્મીમેર હોસ્પિટલમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ એક ભૂલને કારણે હોસ્પિટલની અંદર પાણી ભરાયા હતા. હોસ્પિટલની કાંટીનો વાલ્વ ચાલુ રહી જતા ત્યાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન કોરોનાના દર્દીઓ પણ બેડ પર સૂતા જોવા મળ્યા અને નીચે પાણી-પાણી થઈ ગયું હતું.
અમરેલીમાં કોરોનાનો વિસ્ફોટ, એક દિવસમાં 10 કેસ નોંધાયા
તંત્રની બેદરકારી
હોસ્પિટલમાં પાણી ભરાતા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલના તંત્રએ આ અંગે કહ્યું કે, ટાંકી ઓવરફ્લો થતા પાર્કિંગમાં બનાવેલી હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. તો આ અંગે કોર્પોરેશનના કમિશનરે કહ્યુ કે, પાણીની લાઇનના કારણે આ સમસ્યા ઉભી થઈ હતી. હવે કોરોના હોસ્પિટલમાંથી પાણી બહાર કાઢી દેવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube