મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં આવેલી GIDCની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. ફાયરે બ્રિગેડ કોલ જાહેર કરીને આગને કાબૂમાં લેવા મા્ટે 40થી વધુ ફાયર ટેન્કરો મંગાવ્યા. આસપાસના તમામ પાણી સેન્ટરોને પણ એલર્ટ કરાયા. તમામ ફાયર સેન્ટરોને એલર્ટ મોડ પર રખાયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના GIDCના ફેઝ 2માં આવેલી માતંગી નામની એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ આગ મોડી  રાતે લાગી હતી. છેલ્લે મળેલી જાણકારી મુજબ આગ હવે કાબૂમાં આવી ગઈ છે. કોઈ પણ જાનહાનિના હાલ અહેવાલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


3-4 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો 


ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગમાં વટવા જીઆઈડીસીની ચાર ફેક્ટરીઓને ઝપેટમાં લીધી હતી. ચારેય ફેક્ટરીઓ બળીને ખાખ થઈ હતી. જોકે, કોઈ કેમિકલ કે સોલ્વન્ટથી આગ લાગી હોવાનું અનુમાન છે. મોડી રાત્રે 3 થી 4 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો ધડાકો સંભળાયો હતો, જેથી રહીશો પણ ડરી ગયા હતા. 


[[{"fid":"295838","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_fire_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_fire_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_fire_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ahm_fire_zee2.jpg","title":"ahm_fire_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


બ્લાસ્ટના કારણે આસપાસની ઈમારતોના કાચ તૂટ્યા હતા. ૩૦ થી વધારે ફાયર ફાઈટર દ્વારા આગ ઓલાવવાની કામગીરી કરાઈ હતી, જે સવાર સુધી ચાલી હતી. બ્રિગેડ કોલ જાહેર થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, કંપનીમાં કેમિકલ અને સોલવન્ટના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી, જેને મહામહેનતે બૂઝવવામાં આવી હતી. 4 જેટલી ફેટકરીઓ આગના ઝપેટમાં આવી ગઈ હતી. એટલુ જ નહિ, ફેક્ટરીની બાજુમાં બાંધકામ ચાલુ હતું ત્યાં મજૂરોના ઝુંપડા હતા, જે પણ બળીને ખાખ થઈ ગયા હતા. આ ઝૂંપડામાં 20 જેટલા પરિવારો રહેતા હતા, જેમનુ ઘર આ આગમાં છીનવાઈ ગયું છે.


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સતત આગની ઘટનાઓ બની રહી છે. હજી બે દિવસ પહેલા જ બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેમાં 15થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે ગુજરાતમાં આગ આફત બનીને આવી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube