ઉદય રંજન, અમદાવાદ: સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં 24 કલાક બાદ મોટા ભાગે આગ પર મેળવી કાબુ મેળવી શકાયો છે. આગને ઠંડી પાડવાની કામગીરી યથાવત છે. 35 કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડી અને 150 કરતા વધુ કર્મચારીઓની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે JCB મશીન અને ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની પણ મદદ લેવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા: કોંગ્રેસ નેતાના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મચ્યો હડકંપ


રોબોટની મદદથી કંપનીનો કેટલોક ભાગ અને મશીનરી બચાવવામાં પણ સફળતા મળી. જો કે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. હાલ ફાયર બ્રિગેડની 8 ગાડી સાથે ફાયર કર્મચારી અને અધિકારી પણ આ કામગીરીમાં જોડાયેલા છે.આગને સંપૂર્ણ ઠંડી પડતા સાંજ જેટલો સમય લાગી શકે છે. જો કે રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે.


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube